તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
- કમલા બેનિવાલ અને એસ.એસ.મંથાના હસ્તે ગોલ્ડ મેડાલિસ્ટનું સન્માન
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો ૪પમો કોન્વોકેશન સમારોહ આજે યુનિવર્સિટી કન્વેન્શન હોલ યોજાયો હતો. ગુજરાતના રાજ્યપાલ કમલા બેનિવાલ અને ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ઓફ ટેક્નિકલ એજ્યુકેશનના ચેરમેન એસ.એસ.મંથાની હાજરીમાં દરેક સ્ટ્રીમના ગોલ્ડ મેડાલિસ્ટને ગોલ્ડ મેડલ અર્પણ કરવામાં આવ્યા હતા અને તેની સાથે જ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રી, હિન્દી અને ગુજરાતી નાટકોમાં ખાસ્સું એવું યોગદાન આપનાર પરેશ રાવલ અને તેની સાથે જ ઈતિહાસકાર અને ભારતમાં કોલોનિયલ ઈતિહાસમાં ઉલ્લેખનિય સંશોધન કરનાર લીલા ગજોધર સ્વરૂરને યુનિવર્સિટી દ્વારા ડોક્ટરેટ ઓફ લિટ્રેચરની માનદ પદવી આપવામાં આવી હતી. બુધવારના રોજ શૈક્ષણિક વર્ષ ૨૦૧૨-૧૩માં ઉત્તિર્ણ થયેલા ૧૨ ફેકલ્ટીની ૧૨૧ ડિગ્રી ૩૩,૦૦૦ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. ડોક્ટર ઓફ ફિલોસોફીની કુલ ૧૦૧ ડિગ્રી આપવામાં આવી હતી.
આ સમયે એઆઈસીટીઈના ચેરમેન એસ.એસ.નંદાએ એજ્યુકેશન અંગે પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે એજ્યુકેશનનો હેતુ ડિપ રિસર્ચ છે. આજના સમયમાં સૌથી મોટી જરૂરી વાત છે કે આપણે જીડીપીની વાત કરીએ છીએ, ઈકોનોમી, પ્રોડક્શન અને ગ્રોથ બધાની વાત કરીએ છીએ, પણ આપણે ક્યારેય પણ માર્કેટમાં વધતી ડિમાન્ડની સાથે યંગસ્ટર્સને એ પ્રકારનું સ્કીલક્ષ્લ એજ્યુકેશનમાં પણ વધારો નથી કરી આપતા. આપણે સ્કીલક્ષ્લ સ્ટુડન્ટ્સના વોલ્યુમ પર ધ્યાન નથી આપતા.
આ ઉપરાંત આજનો સમય એવો છે, જેમાં તમારે ટ્રેડિશનલ થિયરી બેઝ એજ્યુકેશન લેવા કરતા વોકેશનલ એજ્યુકેશન લેવું જોઈએ અને તે પ્રકારના બેચલર્સ, ડિપ્લોમાં પોગ્રામ શરૂ કરવો જરૂરી છે અને તેના કારણે એમ્પલોયમેન્ટ જનરેટ થશે. આપણાં દેશમાં એમ્પલોયમેન્ટ નથી મળતું તેનું કારણ છે કે આપણાં દેશમાં ઓર્ગેનાઈઝેડ સેક્ટર માત્ર ૧૦ ટકા ડોમિનન્સ ધરાવે છે, જ્યારે અન્ય દેશોમાં આ પ્રમાણ ૮૦ ટકા જેટલું છે, જેને કારણે એપ્લોયમેન્ટ અહીં ઓછો જોવા મળે છે.
પરેશ રાવલ અને લીલા ગજોધરને અપાઈ ડી.લીટ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક્ટર પરેશ રાવલને તેમના સિનેમા અને નાટય જગતમાં આપેલા ઉમદા યોગદાન માટે ડોક્ટર ઓફ લિટ્રેચરનવી માનદ પદવી આપવામાં આવી હતી. આ ઉપરાંત અહીં જાણિતા ઈતિહાસકાર લીલા ગજોધર સ્વરૂપને ઈતિહાસના કોલોનિયલ ટાઈમ ઉપર કરેલા રિસર્ચને ધ્યાનમાં રાખીને તેમને પણ આ માનદ પદવી આપવામાં આવી હતી.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.