કોન્ફરન્સમાં વારંવાર કનેક્ટીવિટી તૂટતા લોકો અકળાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- વ્યારામાં બારડોલીની લોકસભા બેઠક માટે મુખ્યમંત્રીની વિડીયો કોન્ફરન્સ
તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે શનિવારે સાંજે બારડોલી લોકસભા માટે કાર્યકર્તાઓના વિજય વિશ્વવાસ સ્નેહમિલન સમારોહ તથા પી.એમ પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની વિડીયો કોન્ફરન્સ યોજાઇ હતી.જોકે વિડીયો કોન્ફરન્સની શરૂઆતમાં દર એક મીનીટે કનેકટીવીટી છુટી જતા શ્રોતાઓમાં ભારે કંટાળો વ્યાપી જતા ચાલુ સભાએજ પ્રજાજનો ઉઠીને ચાલવા માડયાં હતા. આથી સ્ટેજ પરથી નેતાઓને વારંવાર તેઓને બેસાડવાના પ્રયત્નો કરવા પડયા હતા.
આ સભામાં ઉપસ્થીત મુખ્ય મહેમાન અને વનમંત્રી વનમંત્રી ગણપતભાઇ વસાવાએ કોંગ્રેસની સરકાર પર ચાબખા વીંઝ્યા હતા.જ્યારે મુખ્યમંત્રી દ્વારા ગુજરાતના વિકાસની વાતો અને પાયાના કાર્યકતાઓ ભારે જહેમત ઉઠાવવા સંબોધન કર્યુ હતું. આ સંમેલનમાં ઉપસ્થિત ગણપતભાઇ વસાવાએ કોંગ્રેસ સરકાર પર ચાબખા મારતા જણાવ્યુ હતું કે કોંગ્રેસની સરકારના રાજમાં ભ્રષ્ટાચોર વધી જવા પામ્યા છે.તેમજ સીબીઆઇ વીશે જણાવ્યું હતું કે સીબીઆઇ એટલે કોંગ્રેસ બ્યુરો ઇન્ટેલીઝન્સ એટલે આવનારી ચુંટણીમાં કોંગ્રસ વતી સીબીઆઇ ચુંટણી લડશે.
તેમજ વિડીયો કોન્ફરન્સમાં નરેન્દ્રભાઇ મોદી દ્વારા કાર્યકરોને નવા વર્ષની શુભકામના આપી સરદાર વલ્લભભાઇ પટેલ વિષે વાતો કરી તેમને માટે બનાવેલું સ્ટેચ્યું આફ યુનીટી અને સરદાર પટેલ દ્વારા કરાયેલા વિવિધ ર્કોયો માટે ૧પમી ડીસેમ્બરે તેમની પુણ્યતીથી નિમિત્તે ગુજરાતની ૨૦૦ જેટલી નગર પાલિકા અને મહાનગર પાલિકા માટે રન ફોર યુનિટી દોડનું આયોજન અને ભાજપના કાર્યકર્તાઓને ૯૦ ટકા પોલીંગ યુદ્ધ જિતવા આહવાન કર્યું હતું. ગુજરાતના નામે જુઠ્ઠાણા ફેલાવી ગુજરાતને બદનામ કરનારાઓની ઝાટકણી કાઢી હતી. જાકે વ્યારા ખાતે વીડીયો કોન્ફરન્સની શરૂઆતમાં વારંવાર કનેકટીવીટી તુટી જતા સ્ક્રીન વાંરવાર ચોટી જતા ઉપસ્થીત કાર્યકર્તા અને મહિ‌લાઓ ભારે કચવાટ સાથે ઉઠીને નીકળી ગયા હતા.