યુવાનો રાજ્યની દિશા નકકી કરશેઃ કોંગ્રેસ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચમાં નેશનલ કોંગ્રેસ બ્રિગેડનું સંમેલન યોજાયું ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં યુવાનો ગુજરાતની દિશા નકકી કરશે ત્યારે નેશનલ કોંગ્રેસ બ્રિગેડના કાર્યકરોએ ખભેખભે મિલાવી પક્ષના ઉમેદવારને વિજયી બનાવવા કમર કસવી પડશે તેમ નેશનલ કોંગ્રેસ બ્રિગેડના રાષ્ટ્રીય પ્રમુખ ર્ડા. આકાશ ગોયલે ભરૂચ ખાતે કાર્યકરોના સંમેલનને સંબોધતા જણાવ્યું હતું. ભરૂચના રાજપુત છાત્રાલય ખાતે નેશનલ કોંગ્રેસ બ્રિગેડના કાર્યકરોનું સંમેલન મળ્યું હતું જેને રાષ્ટ્રીય પ્રમુખ ર્ડા.આકાશ ગોયેલે સંબોધિત કર્યુ હતું. ર્ડા. આકાશ ગોયલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહયાં છે ત્યારે યુવા મતદારો ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવશે.યુવા વર્ગને કોંગ્રેસની વિચારસરણી સાથે જોડવાની હાકલ કરી હતી. સંમેલનમાં હિ‌રેન દવે, મધુબેન રાણા સહિ‌ત સલીમ અમદાવાદી, યુનુસ પટેલ, આસીફ પટેલ, સોયેબ ઝઘડિયાવાલા, વિકકી શોખી, દિગ્વિજય મહારાઉલ, ઇમરાન પટેલ, માસુમ પટેલ, ઝુબેર પટેલ સહિ‌તના કાર્યકરો હાજર રહયાં હતાં. સંમેલનને સફળ બનાવવા ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ શકીલ અકુજી તથા યુવા આગેવાન શેરખાન પઠાણે ભારે જહેમત ઉઠાવી હતી.