રાજકારણનો હાસ્યાસ્પદ ખેલ: ભાજપ-કોંગ્રેસે કર્યું વારાફરતી એક જ પુલનું ઉદ્ધઘાટન

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઘોડાખાડી પુલના ઉદ્ધઘાટન માટે રાજકીય હોડવિધાનસભાની ચૂંટણી નજીક આવતી હોય વિકાસના કામો પોતાના ખાતામાં જમા કરાવવા ભાજપા કોંગ્રેસ વચ્ચે હરિફાઈ ચાલતી હોવાનું ચિત્ર ઊભુ થયું છે. ઉકાઈથી વીડ ભેંસરોટને ઝોડતો અને રૂપિયા પોણા બે કરોડના ખર્ચે તૈયાર થયેલ પુલનું શનિવારે સવારે ભાજપ દ્વારા નારિયેળ વધારી ખુલ્લો મુકાયા બાદ બપોરના સમયે કોંગ્રેસ દ્વારા પણ પુલની ઉદ્ધઘાટન વિધિ પાર પાડવામાં આવી હતી.જોકે, આ બંને પક્ષની દોડને કારણે પ્રજા વિમાસણમાં મુકાઈ ગઈ છે. ઉકાઈથી વાડીભેંસરોટને જોડતા રસ્તા પર આવેલ બોલવેલ બ્રિજને કારણે પ્રજાને ઘણી મુશ્કેલી પડતી હતી. આ બાબતે અવાર નવારની રજૂઆત બાદ સિંગલખાંચ ગામ નજીક આ માઈનોર બ્રિજ મંજૂર કરવામાં આવ્યો હતો. આ બીજ તૈયાર થતાં પ્રજાની મુશ્કેલી હળવી થઈ છે. જોકે, આ બ્રીજ એમે બનાવ્યો છે. આ બાબતે ભાઈ કોંગ્રેસ વચ્ચે તુમુલ યુદ્ધ ચાલી રહ્યું છે.કોંગ્રેસ દ્વારા શનિવારે બપોરે આ બ્રીજના લોકાર્પણ માટે કેન્દ્રીય મંત્રી ડો. તુષારભાઈ ચૌધરીના પ્રમુખપણા હેઠળ એક કાર્યક્રમનું આયોજન શનિવારે બપોરે કરવામાં આવ્યું હતું. આ બાબતની જાણ તાપી જિલ્લા ભાજપને થતાં તેમણે પણ બ્રીજ બનાવવાનો યશ ખાટી લેવા દોટ મુકી હતી. શનિવારે સવારે ૧૦.૦૦ કલાકે જિલ્લા ભાજપ પ્રમુખ કાંતિભાઈ ગામીત તથા તેમની સમગ્ર ટીમ માઈનોર બ્રિજના સ્થળે પહોંચી હતી તેમણે વિધિવધ રીબીન કાપી નારિયેળ વધેરી બ્રિજની લોકાર્પણ વિધિ કરી હતી.એમણે કોંગ્રેસને નિષ્ક્રીય લોકોની પાર્ટી ગણાવી હતી. રાજ્યમાં ભાજપ સરકાર વિકાસના કામો ઝડપભેર પુરા કરી રહી છે. ત્યારે રાજ્યની જનતા ભાજપાની સાથે હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. બપોરના સમયે ડો. તુષારભાઈ ચૌધરી વિશાળ જનસભા સંબોધતા જણાવ્યું કે ભાજપા સરકાર જુઠાણા ચલાવે છે. કેન્દ્ર સરકારના નાણાં વડે ચાલતી કેટલીય યોજનાઓ એમણે પોતાના નામે ચઢાવી ખોટા સ્ટંટ ઊભા કરે છે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના તથા ધારાસભ્ય પ્રભુભાઈ વસાવા અને જિલ્લાના અગ્રણી કોંગી નેતા હાજર રહ્યાં હતાં.અગાઉ રસ્તાના કામે પણ બે લોકાર્પણ થયા હતાંગત પંદર દિવસ પહેલા સોનગઢથી વાઘનેરા રોડનું લોકાર્પણ કરવા રાજ્યના મંત્રી જયેદ્રથ પરમાર આવવાના હતાં એના આગલે દિવસે કોંગ્રેસ દ્વારા ડો. તુષારભાઈના હસ્તે એ રસ્તાનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું હતું. જોકે, શનિવારે ભાજપા દ્વારા આ અંગેનો જવાબ અપાયો હતો. કાર્ડ છપાવી બપોરે ા બ્રીજનું લોકાર્પણ કરવા ડો. તુષારભાઈ આવે એ પહેલા ભાજપ દ્વારા નારિયેળ ફોડી રીબીનકાપી બ્રિજ લોકાર્પણ કરી દેવાયું હતું.