ચિંતા કરવાના બદલે ચિંતન કરવું ઘણું જરૂરી

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉકાઈ સ્વામીનારાયણ મંદિરે પૂનમ નિમિત્તે યોજાયેલા સત્સંગમાં સંતોએ માર્ગદર્શન આપ્યું કોઈ પણ કામ ઉતાવળમાં કરવાના બદલે સમજી વિચારીને કરવું જોઈએ જીવનમાં કોઈ પણ કામ ઉતાવળના બદલે સમજી વિચારીને કરવાની જરૂરિયાત છે. ઉતાવળમાં કરવામાં આવેલા કામને કારણે પાછળથી પસ્તાવું પડે છે. આપણે બધાને જીવવા માટે ખુબ ચિંતા થાય છે. જોકે, આવી ચિંતા કરવાને બદલે ચિંતન મનન તથા સત્સંગ કરવામાં આવે તો માનવીને આવશ્ય મોક્ષ પ્રાપ્ત થાય છે. આ શબ્દો ઉકાઈ સ્વામીનારાયણ મંદિરે પૂનમ નિમિત્તે ઉપસ્થિત સુરતના પૂ. કિશોરમૂર્તિ‌ સ્વામીએ કહ્યાં હતાં. આ પ્રસંગે વિવિધ ધાર્મિ‌ક કાર્યક્રમોના પણ આયોજન કરવામાં આવ્યાં હતા. તેમણે આ બાબતે પરિક્ષીત રાજાનો દાખલા આપતાં જણાવ્યું કે તેમણે તપ કરતાં ષીના ગળામાં મૃત સાપને પહેરાવી દીધો હતો. આ કારણે તેમને સાત દિવસમાં મૃત્યુ પામવાનો શાપ ષી પુત્રએ આપ્યો હતો. જોકે, ષીને આ વાતની જાણ થતાં તેમણે તેમના પુત્રને ઠપકો આપ્યો હતો. આ બાબત જાણતા પરિક્ષીત રાજાએ રાજ-કાજનો ત્યાગ કરી વનમાં ભ્રમણ કરવા નીકળી પડયા હતાં. વનમાં તેમની ભેટ સુકદેવજી સાથે થઇ અને તેમણે રાજાના સાત પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા. આ પ્રશ્નના જવાબમાં જીવન જીવવાનું રહસ્ય છુપાયેલું છે. માણસે મોક્ષ મેળવવા ભક્તિ તથા સત્સંગનો માર્ગ ગ્રહણ કરવો હરીભક્તો માટે આવશ્યક છે. ભાગવત ગીતામાં ભગવાન કૃષ્ણએ મોક્ષ મેળવવાના ઉપાયો બતાવ્યા છે, તેવું કહેતા નારાયણ પ્રસાદજી સ્વામીએ જણાવ્યું કે આપણુ મન કડવી તુમડી સમાન છે. આવી તુમડીને ર્તી‍થ સ્થળોએ ફેરવવામાં આવે સ્નાન કરવામાં આવે તો પણ તેમનું કડવાશ પણ જતુ નથી. જો આવી તુમડીરૂપી માનવને સંતોનો સાથ મળે તો એ એનું કડવાશ પણ દૂર થઇ જાય છે. તેમણે પૂનમ સત્સંગ સભામાં નિયમિત આવવા આગ્રહ કર્યો હતો. આ પ્રસંગે વિવિધ ધાર્મિ‌ક કાર્યક્રમોના પણ આયોજન કરવામાં આવ્યાં હતા, જેમાં મોટી સંખ્યામાં સોનગઢ વિસ્તારના હરીભક્તો જોડાયા હતા.