તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Cloth Businessman 3 Year Old Son Death Latest News Surat

કાપડ વેપારીના 3 વર્ષના પુત્રનું પાંચમા માળેથી પટકાતાં મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાપડ વેપારીના 3 વર્ષના પુત્રનું પાંચમા માળેથી પટકાતાં મોત
આલોક રમતાં રમતાં આકસ્મિક રીતે પટકાયો
સુરત: રાંદેરના રામનગર સ્થિત પવિત્રા રેસીડેન્સ એપાર્ટમેન્ટના પાંચમા માળેથી નીચે પટકાઈ પડતા કાપડ વેપારીના 3 વર્ષીય બાળકનુ મોત નીપજ્યું હતું. એકના એક પુત્રનુ મોત નીપજતા વસાણી પરિવાર ઘેરા શોકમાં સરી ગયું હતું.સિવિલ હોસ્પિટલ તથા રાંદેર પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ રાંદેરના રામનગર વિસ્તારમાં પ્રવિત્રા રેસીડેન્સ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 504 ખાતે રહેતા ઘનશ્યામભાઈ વસાણી કાપડની દૂકાન ધરાવે છે. તેમનો 3 વર્ષીય એકનો એક પુત્ર આલોક રવિવારે સાંજના સુમારે પોતના ફ્લેટમાં રમતો હતો ત્યારે આકસ્મીક રીતે પાંચમા માળેથી નીચે પટકાઈ પડ્યો હતો. તેને માથામાં ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતા રાંદેર પોલીસ સ્થળ પર પહોંચી જઈ પંચનામુ કરીને લાશને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. રાંદેર પોલીસે આકસ્મીક મોત નોંધ કરી હતી. કાપડની દૂકાન ધરાવતા વેપારી પરિવારે તેમના એપાર્ટમેન્ટના પાંચમા માળના ફ્લેટની ખુલ્લી બારી અને ત્યાં પલંગ મુકવાની બેદરકારીને લીધે તેમણે આજે એકનો એક પુત્ર ગુમાવવાનો વખત આવ્યો હતો. સિવિલ હોસ્પિટલ ખાતે પુત્રની અંતિમ યાત્રા માટે બોડી લેવા આવેલા પિતાનુ આક્રંદ સૌ કોઈના આંખના ખૂણા ભીંજવી ગયા હતાં.
પાંચમા માળે ફ્લેટની બારીમાં ગ્રીલ ન હતી
રાંદેર પોલીસ મથકના પીએસઆઈ ચૌહાણે બનાવ અંગે તપાસ હાથ ધરી હતી તેમના જણાવ્યા મુજબ ‘ કાપડની દૂકાન ધરાવતા સિંધી સમાજના ઘનશ્યામભાઈનો એકનો એક પુત્ર હતો. પુત્ર આલોક ફ્લેટની બારી પાસે મુકેલા પલંગ પર રમતો હતો ત્યારે આકસ્મીક રીતે નીચે પટકાઈ પડ્યો હતો અને સ્થળ પરજ મોત નીપજ્યું હતું. ઘર માલિકની બેદરકારીએ પાંચમા માળે ગ્રીલ મુકાઈ ન હોય આ ઘટના આકાર લીધી હતી.’