તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાંડેસરાની ડાઇંગ મિલમાં તસ્કરો ઘેરાઈ જતા ગાર્ડ અને ચ્હાવાળાની હત્યા કરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પાંડેસરાની ડાઇંગ મિલમાં તસ્કરો ઘેરાઈ જતા ગાર્ડ અને ચ્હાવાળાની હત્યા કરી
- આરોપી ઝડપાયા બાદ દીવાલ કુદીને ભાગતા અન્ય ૩ આરોપીઓએ કર્યો હુમલો


પાંડેસરા જીઆઇડીસી ખાતે આવેલી એક બંધ મિલમાં ચોરીના ઇરાદે ઘુસેલી ટોળકીને પોલીસ અને સ્થાનિક લોકોએ ચારે તરફથી ઘેરી લીધી હતી. આ ટોળકીના સાગરીતોએ સિક્યુરીટી ગાર્ડ અને એક ચ્હાવાળાના હાથમાંથી લાકડાના ફટકા આંચકીને આ બન્નેને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ટોળકીના પાંચ આરોપીને પોલીસે ઝડપી પાડયા છે જ્યારે એક નાસતો ફરે છે.

પાંડેસરા રાજસન્સ ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ મિલ છેલ્લા ત્રણ વર્ષથી બંધ હાલતમાં છે. રાજસન્સ ડાઇંગ મિલની સામેના ભાગમાં રમેશ સુદામા પ્રસાદ કુશવાહ ચ્હા ની લારી ચલાવે છે. સોમવારે રાત્રે એકાદ વાગ્યાના સુમારે રાજસન્સ મિલના કેમ્પસમાં છ વ્યક્તિને ચોરી કરવાના ઇરાદે જતા જોઇને રમેશ કુસવાહે સિક્યુરીટી ગાર્ડ દિપુસીંગ જ્ઞાનસીંગને તેની જાણ કરી હતી.

જેથી સિક્યુરીટી ગાર્ડ દિપુસીંગે પોતાના ઉપરી એવા સિક્યુરીટી એજન્સીના સંચાલક જબ્બાર શેખને આ અંગે જાણ કરતા તેમણે પાંડેસરા પોલીસનો સંપર્ક કર્યો હતો. પાંડેસરા પોલીસનો સ્ટાફ અને સ્થાનિક માણસો રાજસન્સ મિલ તરફ ગયા હતા. પોલીસે રાજસન્સ મિલમાંથી દિપુ પદારથ યાદવને ઝડપી પાડયો હતો પરંતુ તેની સાથે ચોરી કરવા આવેલા અન્ય લોકો મિલની દિવાલ કુદીને ભાગ્યા હતા.

નાસી રહેલા આરોપીઓને રમેશ કુશવાહ, દેવીદાસ અને દિપુસીંગ જ્ઞાનસીંગે ઝડપી પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ આરોપીઓએ ત્રણેય સાથે ઝપાઝપી કરીને તેમના હાથમાંથી લાકડી અને ફટકા પડાવી લીધા હતા. બાદમાં રમેશ સુદામા પ્રસાદ અને દેવીદાસ સૂર્યવંશીને માથામાં સપાટા માર્યા હતા.

જ્યારે દિપુસીંગ જ્ઞાનસીંગને પણ માથામાં ફટકા માર્યા હતા. માથાના ભાગે ગંભીર ઇજા થતા સિક્યુરીટી ગાર્ડ દેવીદાસ અને ચ્હાની લારી ચલાવતા રમેશ કુશવાહનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ચોરી કરવા ઘુસેલી ટોળકીને પોલીસની સાથે ઝડપવા જતા બે વ્યક્તિની હત્યા થયાની જાણ થતા મધરાત બાદ પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો તેમજ નાસી છુટેલા આરોપીઓને ઝડપી લેવા કામગીરી શરૂ કરી હતી.

સિક્યુરીટી ગાર્ડ અને ચ્હા વાળાને તેમની જ લાકડીથી પતાવી દેવાયા
ચોરી કરવા ગયેલી ટોળકીને ઝબ્બે કરવા માટે દેવીદાસ અને રમેશ કુશવાહ હાથમાં લાકડી અને ફટકો લઇને ઉભા હતા. આ તસ્કરોએ દેવીદાસ અને રમેશ કુશવાહના હાથમાંથી લાકડી તેમજ ફટકો આંચકી તેનો હથિયાર તરીકે ઉપયોગ કરી બન્નેને માથામાં લાકડી અને ફટકાના સપાટા મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

પોલીસે પ આરોપીને ઝડપી પાડયા
પાંડેસરા પોલીસના હાથમાં આવેલા દિપુ પદારથ યાદવને પોલીસ સ્ટેશન ઉચકી લાવીને પુછપરછ હાથ ધરવામાં આાવી હતી. પોલીસે આ ચોર ટોળકીના અરવિંદ સીતારામ ગૌતમ, સુરજ ફુલચંદ શાહુ, પ્રતાપ રાજેન્દ્ર કહાર, રાજુ પારસનાથ પાસવાનને ઝડપી પાડયા હતા. જ્યારે રાજકુમાર પાસવાન હજુ નાસતો ફરે છે.

ભાગી છૂટેલો રાજકુમાર પાસવાન ૨૦૦૭ના ધાડના પ્રયાસના ગુનાનો પણ આરોપી
તસ્કર ટોળકીનો એક સાગરીત રાજકુમાર પાસવાન પોલીસની શોઘખોળ છતા હાથ લાગ્યો નથી. પોલીસની તપાસમાં એવી વિગતો હાથ લાગી છે કે, વર્ષ ૨૦૦૭માં રાજકુમાર પાસવાન શહેરમાં થયેલા એક ધાડના પ્રયાસના ગુનામાં સંડોવાયેલો છે. ત્યાર બાદ તે પોલીસને હાથ લાગ્યો નથી. રાજકુમાર પાસવાન પોલીસને હાથ લાગ્યા બાદ અન્ય કેટલાક ગુનાઓનો ભેદ ઉકલવાની સંભાવના પણ જોવાઇ રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો