RTO ક્લાર્કના ફોલ્ડરિયાને મેથીપાક

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આરટીઓમાં ટ્રાફિક પોલીસ દ્વારા ફાડવામાં આવતા પેનલ્ટી ચલણની મેમો વસૂલાત શાખામાં લોકોએ ફોલ્ડરિયાની ધોલાઇ કરી હતી.

શનિ-રવિવારમાં ટ્રાફિક પોલીસે પેનલ્ટી મેમો ફટકારી વાહન જપ્ત કર્યું હોય તેવા વાહનોની સંખ્યા બે હજારથી વધારે હોય છે. સોમવારે આ વાહનો મેળવવા લોકો આરટીઓ ખાતે દોડી આવતા હોય છે. તેમાં પણ સોમવારનો દિવસ હોય તો વાહન મેળવવા અંદાજે બે હજાર કરતા વધારે લોકોનો ધસારો હોય છે.

આ શાખામાં સોમવારે કારકૂનો રજા પર હોવાથી કામગીરી રવિ પટેલ નામના ફોલ્ડરિયાને સોંપાઇ હતી, જેણે ટાઉટોને વચ્ચેથી ઘૂસાડતાં લોકોએ ભારે વિરોધ કર્યો હતો. લાંબી કતારમાં ઉપસ્થિત મેદનીએ અંદર ઘૂસીને રવિની ધોલાઇ કરી નાંખી હતી. જેમાં આરટીઓ બી.એમ. પ્રજાપતિ ત્વરિત દોડી આવ્યા હતાં. જેમણે લોકોને સમજાવીને મામલો થાળે પાડયો હતો. કારકુનોની ૪૦ જગ્યા ખાલી હોવાથી કામનું ભારણ રહેતું હોવાથી કારકુનો તેમના કામ માટે વચેટીયાઓ રાખે છે.