બાળકોના મનમાંથી ફીયર અને ફોબિયા દૂર થયો ટુરથી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાળકોના મનમાંથી ફીયર અને ફોબિયા દૂર કરવા રેડિયન્ટની સાપુતારા ટ્રિપમાં એક ગજબ એિકટવિટી થઈ, જેમાં સ્ટુડન્ટ્સ કાચ પર ચાલ્યા હતા -ટીમવર્કની ભાવના કેળવવા માટે જુદી જુદી એિકટવિટી પણ કરવામાં આવી -બાળકોએ ગામડાની લાઇફસ્ટાઇલ જાણી ને થિમ બેડ ફ્લેગ્સ પણ બનાવ્યા જો તમને કાચના ટુકડા પર ચાલવાનું કહેવામાં આવે તો તમે તૈયાર થશો? કદાચ નહિ જ, પણ રેડિયન્ટ સ્કૂલનાં સ્ટુડન્ટ્સને કાચના ટુકડા પર ચાલવા કહેવાયું અને તેઓ હિંમતસાથે એના પર ચાલ્યા હતા. સ્ટુડન્ટ્સના મનમાંથી ફીયર અને ફોબિયા દૂર કરવા માટે શનિ અને રવિવારે યોજાયેલી સ્કૂલની ‘ઉડાન’ ઇવેન્ટમાં આ એિકટવિટી કરવામાં આવી હતી. અહીં ફિઝિકસના પ્રિન્સપલ્સનો ઉપયોગ કરીને કાચના ટુકડાને એ રીતે ગોઠવવામાં આવ્યા હતા, કે એના પર ચાલવાથી કોઈ ઇજા ન થાય. બાળકોને વિશ્વાસ આવે એટલે સૌથી પહેલાં પ્રિન્સપાલ કાચના ટુકડા પર ચાલ્યા હતા. એક વાર ચાલ્યા પછી સ્ટુડન્ટ્સને એટલી તો મજા પડી કે તેઓ ત્રણથી ચાર વાર ચાલ્યા હતા. સ્ટુડન્ટ્સમાં ટીમવર્કની ભાવના આવે અને તેઓ રુરલ લાઇફ અને એના કલ્ચરથી વાકેફ થાય એ હેતુસર સાપુતારાની ટ્રિપનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં જુદી જુદી એિકટવિટીઝ કરવામાં આવી હતી. આ ઇવેન્ટને ‘ઉડાન’ નામ આપવામાં આવ્યું.સ્કૂલ, સ્ટડી, કમ્પ્યૂટર અને તમામ ફેસિલિટીથી દૂર રહી આ સ્ટુડન્ટ્સ સાપુતારાના આશ્રમમાં આદિવાસી બાળકો સાથે રહ્યાં હતાં. કેટલાંક બાળકો તો પહેલીવાર ગામડાના વાતાવરણમાં આવ્યાં હતાં. તેમને તો ગામડાની લાઇફસ્ટાઇલ જાણવાની અને જુદી જુદી એિકટવિટી કરવાની મજા પડી ગઈ હતી. બાળકોએ એક એિકટવિટીના ભાગરૂપે જુદી જુદી થિમ બેડ ફ્લેગ્સ પણ તૈયાર કર્યા હતાં. બાળકોએ ફ્લેગ દ્વારા ગો ગ્રીન, ડેમોક્રેસી, કરપ્શન દૂર કરો અને વર્લ્ડ પીસ જેવા મેસેજ પણ આપ્યા હતા. સ્ટુડન્ટ પ્રીત ગોરાણી કહે છે કે, ‘અમારી ટ્રિપ એડ્વેન્ચરસ રહી હતી. ફ્લેગ મેકિંગ એિકટવિટીમાં અમારી થિમ ડેમોક્રેસી હતી. જેમાં અમે ટીમ સ્પિરિટથી ઇન્ડિયાનો મેપ બનાવ્યો હતો અને એના પર એક પ્રશ્નાર્થ ચિન્હ મૂકર્યું અને એ રીતે સવાલ કર્યો હતો કે, ભારતમાં ડેમોક્રસી છે ખરી?’ સ્ટુડન્ટ્સને આદિવાસી બાળકો સાથે રહેવાની મજા આવી હતી. સ્ટુડન્ટ સીમા અગ્રવાલ કહે છે કે, ‘અમને આદિવાસી બાળકોની લાઇફસ્ટાઇલની જાણ થઈ, ત્યાં કલ્ચરલ એક્સચેન્જના ભાગરૂપે આદિવાસી છોકરીઓએ અમારા હાથમાં મહેંદી મૂકી હતી અને અમે તેમના હાથોમાં મહેંદી મૂકી હતી. અમે ડાંગી ડાન્સ માણ્યો હતો. અમે પણ પિરામિડ બનાવ્યું હતું. ખાસ વાત એ છે કે, અમારી સાથે ભણતો એક હેન્ડિકેપ સ્ટુડન્ટ આજદિન સુધી ક્યાંય બહાર નથી ગયો, પણ અહીં તો કોઈની મદદ વિના તે માઉન્ટેન ચઢી ગયો હતો. ટ્રિપમાં આવવાનું તેનું મશિન જ ટ્રેકિંગ હતું. તે અમારા માટે ઇન્સિપરેશનલ ફોર્સ બની રહ્યો હતો.મીના ગોરા & પ્રિન્સપાલ પેરેન્ટ્સને કહ્યું થેંક યૂ ‘ટ્રિપમાંથી પાછા આવ્યા બાદ અનેક પેરેન્ટ્સના અમને ફોન આવ્યા છે. તેઓ કહે છે કે, અમારા બાળકોએ આટલી બધી લકઝરી આપવા બદલ અમને થેંક યૂ કહ્યું છે. બાળકોએ તેમના પેરેન્ટ્સને કહ્યું કે, અમારી પાસે બધુ જ છે અને આદિવાસી બાળકો સિમ્પલ લાઇફ જીવે છે.’