• Gujarati News
  • Chief Minister Anandiben Patel 2 Day Visit At Surat Latest News

CM આનંદીબેન આજથી 2 દિવસ સુરતની મુલાકાતે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( CM આનંદીબેનની ફાઇલ તસવીર )

CM આનંદીબેન આજથી 2 દિવસ સુરતની મુલાકાતે
જ્વેલરી એક્સ્પો, દીક્ષાંત મહોત્સવમાં જશે
સુરત: મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આવતીકાલ 30 નવેમ્બરે સવારે 10.15 કલાકે સુરત એરપોર્ટ પર આવશે. અહીંથી તેઓ શહેરના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.
મુખ્યમંત્રીના આજના કાર્યક્રમો
સરસાણા ટ્રેડ એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે જેમ એન્ડ જ્વેલરી એકસ્પોમાં હાજરી
જિલ્લા સેવા સદનમાં ગતિશીલ ગુજરાતની રિવ્યૂ બેઠક
બપોર બાદ લિંબાયતમાં વિધવા બહેનોને કિટ વિતરણ
સાંજે 6.45: અબ્રામામાં સર્વજ્ઞાતિ સમુહ લગ્નોત્સવમાં સામેલ થશે, રજત તુલામાં પણ હાજરી
SVNITના દીક્ષાંત મહોત્સવમાં
આ ઉપરાંત 1 ડિસેમ્બરે પણ મુખ્યમંત્રી શહેરના વિવિધ કાર્યક્રમોાં હાજરી આપશે
ઝીંગા તળાવ મુદ્દે રજૂઆત કરાશે
ડુમસ-ભીમપોરના ઝીંગા તળાવનો કબજો લેવાના મામલે થઇ રહેલી કડાકૂટ વચ્ચે રવિવારે સુરત આવી રહેલાં મુખ્યમંત્રી સમક્ષ આ વિસ્તારના સ્થાનિક રહીશો અને ભીમપોર સામુદાયિક સહકારી ખેતી મંડળી લી. દ્વારા રજૂઆત કરવા સાથે સમયની માંગણી કરાશે.