વૈષ્ણોદેવી યાત્રાળુને ટ્રેનમાં પિરસાઈ ઉંદર બિરયાની!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સર્વોદય એક્સપ્રેસમાં બનેલી ઘટના
પેન્ટ્રીમાં ભાવ વધારા બાદ પણ પેન્ટ્રીકારની લોલમપોલ
વલસાડના શિક્ષક દંપતિએ રેલ્વેના આહારથી તોબા કરી લીધી
સર્વોદય એક્સપ્રેસમાં ગુજરાતના ૩૦૦ જેટલા વૈષ્ણોદેવીથી પરત ફરી રહેલા યાત્રીઓને ઉંદર બિરયાની પીરસવામાં આવી હતી. પેન્ટ્રીકાર સંચાલકોની નલાયકી સામે યાત્રીઓએ ટ્રેનમાં ભારે ઉહાપો કર્યો હતો. વલસાડના શિક્ષક દંપતિ નિલેશ પટેલ અને વીણા બેનની પ્લેટમાંથી મરેલો ઉંદર બિરયાનીમાં પીરસાયો હતો. પેન્ટ્રીકાર સંચાલકોને રેલ્વે દ્વારા ભાવ વધારો આપવામાં આવ્યા બાદ પણ પેન્ટ્રી સ્ટાફ અને સંચાલકો સુધરી રહ્યાં નથી.
દરમિયાન રેલ્વેના સાવ ખાડે ગયેલા તંત્રની વધુ એક ચોંકાવનારી કરતૂત વેસ્ટર્ન રેલ્વેમાં ચર્ચાનો વિષય બની છે. પેન્ટ્રી કાર સંચાલકો બગડેલુ અને ગંધાતુ પીરસતા હોવાની વારંવાર થતી ફરિયાદોમાં કોઇ કમી આવી નથી.
ઘટના સંદર્ભે જાણવા મળેલી વિગત અનુસાર વલસાડથી નિલેશ પટેલ તેમના બે બાળકો અને પત્ની સાથે વૈષ્ણોદેવી યાત્રાથી સર્વોદય એક્સ્પ્રેસમાં પરત ફરી રહ્યાં હતા. તે દરમિયાન તેમણે ભોજનમાં વેજીટેબલ બિરયાનીનો ઓર્ડર આપ્યો હતો. ૩ પ્લેટ વેજીટેબલ બિરયાની નિલેશ પટેલે તેમના બાળકો માટે પણ મંગાવી હતી. તે દરમિયાન તેમની પ્લેટમાં કાંઇ કાળા કલરની વસ્તુ હોવાનું જણાયું હતું.
ઉપરથી સુશોભિત થતી બિરયાનીને અંદરથી ચકાસણી કરતાં તેમાં કોઇ કઠણ વસ્તુ દેખાઇ હતી. તેને ચમચીથી ચકાસતાં બિરયાનીમાં ચોખાની સાથે મરેલો ઉંદર રાંધવામાં આવ્યો હતો.
વધારે વાંચવા માટે તસ્વીરો બદલો...