તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓલપાડ- સાયણ રોડ પર કેમિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વારંવાર ગ્રામજનો દ્વારા તંત્રને જાણ છતાં પગલાં લેવાતાં નથી,
- પાક-પાણીને નુકસાન ઉપરાંત જાનહાનીની આશંકા

ઓલપાડ તાલુકામાં કાર્યરત કોઈક કેમિકલ ફેક્ટરી દ્વારા કાઢવામાં આવતો કેમિકલ વેસ્ટનો ખતરારૂપ કચરાનો જથ્થો તાલુકાના ઓલપાડ કીમ રોડ તથા ઓલપાડ સાયણ રોડ પર જાહેરમાં નંખાતા આ કેમિકલ યુક્ત કચરાએ મોટો ખતરો ઊભો કર્યો છે. ત્યારે અતીશય દુર્ગંધ મારતું કેમિકલ વેસ્ટ બાબતે ખેડૂતો અને પશુપાલકો ચિંતિત બન્યા છે.


વિગતવાર માહિ‌તી મુજબ ઓલપાડ તાલુકામાં અથવા નજીકના વિસ્તારમાં કાર્યરત કોઈ એક કેમિકલ ફેક્ટરી દ્વારા ફેક્ટરીમાંથી નીકળતો અતિશય દુર્ગંધ મારતો કાળારંગનો કેમિકલ વેસ્ટનો કચરો જનજીવન અને પશુપક્ષીઓ સહિ‌ત ખેતરમાં ઊભા થયેલા પાકોને નુકસાન કરી નાંખે તે રીતે જાહેરમાં નિકાલ કરાઈ રહ્યો છે. ત્રણ દિવસ પહેલા ઓલપાડ કીમ સ્ટેટ હાઈવે પર બોલાવ ગામના બસસ્ટોપ સામે મુખ્યમાર્ગ પર જાહેરમાં રાત્રિના સમયે કેમિકલ વેસ્ટ નાંખી જવાતા સવારે આ બાબતે ગામના માજી ડે.સરપંચ ફતેસિંગ વરાછીયાને આ બાબતની જાણ થતાં તેમને આ રીતે જાહેરમાં ગામ નજીક નાંખવામાં આવેલ અતિશય દુર્ગંધ મારતો અને ખતરારૂપ કેમિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવા માટે ઓલપાડ પોલીસ અને આરોગ્ય વિભાગને ટેલિફોનિક જાણ કરી હતી. ત્યારે હજુ બોલાવ ગામ ખાતે નંખાયેલ કેમિકલ વેસ્ટનો નિકાલ કરાયો નથી ત્યાં જ સોમવારની રાત્રે ફરી ઓલપાડ સાયણ રોડ પર સાંધીયેર ગામ નજીક મેઈન રોડ પર બેથી ત્રણ જગ્યા પર મોટા પાયે કેમિકલ વેસ્ટ નાંખી જવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ રીતે જાહેરમાં ખતરારૂપ અને અતિશય દુર્ગંધ મારતું કેમિકલ વેસ્ટને રોડની બાજુમાં આવતી નહેરમાં પણ નાંખવામાં આવી રહ્યું છે. જે નહેરના પાણીમાંનો નજીકના ખેતરના ખેડૂતો ઊભા પાકના સિંચાઈ માટે ઉપયોગમાં લે છે. આટલું જ નહીં પણ ખેતરોમાં આવતાં પશુપક્ષીઓ આ નહેરના પાણી પીવા માટે ઉપયોગમાં લેતા હોય આ રીતે જાહેરમાં અને નહેરોમાં નંખાતુ કેમિકલ વેસ્ટથી ખેતરના ઊભા પાકો અને જનજીવન સહિ‌ત પશુપક્ષીઓના માથે પણ ખતરો ઊભો થયો છે. જાહેરમાં નંખાતું કેમિકલ વેસ્ટ એટલી હદે દુર્ગંધ મારે છે કે તેની પાસે ઊભુ રહેવું પણ મુશ્કેલ છે.

મહત્વની બાબત મુજબ આ રીતે રાત્રિના સમયે ઓલપાડ સાયણ રોડ તથા ઓલપાડ કીમ રોડ પર જાહેરમાં ઠલવાતા કેમિકલ વેસ્ટ નાંખનારાઓને પકડી પાડવા બાબતે તંત્ર દ્વારા તાબડતોડ પગલાં હાથ ધરવા સાથે બોલાવ ગામ અને સાંધીયેર ગામે જાહેરમાં નંખાયેલ કેમિકલ વેસ્ટના જથ્થાનો નિકાલ ન કરાય તો આ કેમિકલ વેસ્ટ જીવલેણ પણ સાબિત થયા તેમ છે.

ફરિયાદ મળતાં કામગીરી ચોક્કસ કરીશું: ઓલપાડ પીએસઆઈ એચ. એન. રાવ

ઓલપાડ તાલુકાના બોલાવ અને સાંધિયેર ગામે જાહેરમાં ખતરારૂપ રીતે કેમિકલ વેસ્ટ નાંખવાની બાબતે બોલાવ ગામના માજી ડે. સરપંચે તંત્રને જાણ કરી છે ત્યારે આ બાબતે ઓલપાડ પીઆઈ એચ. એન. રાવને પૂછતાં તેમણે આપેલી માહિ‌તી મુજબ તેમને આ રીતની ઘટના બાબતે કોઈપણ પ્રકારની માહિ‌તી મળી નથી. અને આ બાબતે કોઈ લેખિત અથવા મૌખિક ફરિયાદ મળે તો કાયદેસરની પગલાં ભરવાની બાંહેધરી આપી હતી.