જાળી

નરેન્દ્ર મોદી સાથે પટેલ ઉદ્યોગપતિ મુકેશ પટેલ
નરેન્દ્ર મોદી સાથે પટેલ ઉદ્યોગપતિ મુકેશ પટેલ

Pankaj Ramani

Jan 09, 2017, 02:34 PM IST
સુરતઃ પાટીદાર અનામત આંદોલન ચરમસીમાએ હતું. અને હાર્દિક સુરતની લાજપોર જેલમાં બંધ હતો. સમાજ દિશાવિહીન હતો. ત્યારે સુરતના ઉદ્યોગપતિ મુકેશ પટેલે અનામત આંદોલનમાં મધ્યસ્થી બની પાટીદાર નેતા હાર્દિકને બહાર કાઢ્યો હતો. બાદમાં યુવાનોના વિરોધ વચ્ચે પાટીદાર નેતાઓનો રાજસ્વી સન્માન સમારંભ વખતે નિર્ભયતાપૂર્વક હાર્દિકના ભાઈને આપેલા 30 લાખનો વીડિયો ફરતો કરનાર મુકેશ પટેલનો આજે જન્મદિવસ છે. હસમુખા સ્વભાવ અને એનર્જીથી સભર મુકેશભાઈ સમાજનું હિત જે તરફ દેખાય ત્યાં પ્રતિષ્ઠાની ચિંતા કર્યા વગર સામી છાતિએ લડી લેવામાં જાણીતા છે.
સૌરાષ્ટ્રના નાનકડા ગામડામાં થયો જન્મ
સૌરાષ્ટ્રના પરવડી ગામમાં મનજીભાઈ પટેલને ત્યાં નવમી જાન્યુઆરી 1970માં જન્મેલા મુકેશભાઈ પરિવારમાં સૌથી મોટા છે. મુકેશભાઈના જન્મ બાદ મનજીભાઈ તેમના પરિવાર સાથે પાલિતાણા નજીકના નાની માળ ગામેથી સુરત આવી ગયા હતાં. મુકેશભાઈએ સુરતમાં જ એસએસસી સુધીનો અભ્યાસ કર્યો અને જોડાઈ ગયા પિતાના હીરાના વ્યવસાયમાં. પિતાએ શરૂઆતમાં નાના પાયે હીરાનું કારખાનું શરૂ કર્યું હતું. જેમાં જોડાયા બાદ મુકેશભાઈએ પકડી હતી મુંબઈની વાટ.

માયાનગરીમાં રહ્યા 25 વર્ષ
મુકેશભાઈ પટેલે હીરાના વ્યવસાયથી શરૂઆત કરીને મુંબઈની પસંદગી કરી હતી. દેશ વિદેશમાં હીરાના કામ માટે આવતાં જતાં મુકેશભાઈ 25 વર્ષ સુધી મુંબઈમાં રહ્યાં હતાં. ધંધાર્થે મુકેશભાઈએ બેલ્જિય સહિતના દેશોનો પ્રવાસમાં વ્યસ્ત રહેતા હતાં. માયાનગરી મુંબઈમાં હીરાને પારખતાં પારખતાં મુકેશભાઈ પણ ઘડાઈ ગયા. અને બાદમાં માયાનગરીની ચમક-દમક છોડીને આવી ગયા સુરત.
આગળની સ્લાઈડ્સમાં વાંચો ઓછુ ભણેલા પણ વધુ ગણેલા મુકેશભાઈએ સંતાનોને કરાવ્યો ખૂબ અભ્યાસ
X
નરેન્દ્ર મોદી સાથે પટેલ ઉદ્યોગપતિ મુકેશ પટેલનરેન્દ્ર મોદી સાથે પટેલ ઉદ્યોગપતિ મુકેશ પટેલ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી