વરમપવન

Surat Kokilaben Dhirubhai Ambani Hospital And Medical Research Institute Completing On Year

Pankaj Ramani

Jun 25, 2017, 09:48 AM IST
સુરતઃ મુંબઈની કોલિકાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ દ્વારા સુરતમાં શરૂ કરાયેલું ક્લિનિક એન્ડ સેન્ટર ફોર ટેલીમેડિસીનએ સફળતા પૂર્વક એક વર્ષથી વધુ સમય પૂર્ણ કર્યો છે. શહેરના દર્દીઓને કેડીએ હોસ્પિટલના સ્પેશ્યાલિસ્ટોએ સુરત આવીને તથા ટેલીમેડિસિન થકી ફોલોઅપ સારવાર કરાવી છે. લોકોનો તેથી વિશ્વાસ વધતાં આટલા ટૂંકા ગાળામાં 7500થી વધારે દર્દીઓ મુંબઈની હોસ્પિટલમાંથી સુરત સેન્ટરનો લાભ લીધો હતો તેમાં 50 ટકાથી વધારે નવા દર્દીઓ હતાં. 
 
હોસ્પિટલમાં 350 ફૂલ ટાઈમ સ્પેશ્યાલિસ્ટ
 
ડિરેક્ટર ડો.રામ નારાયણે જણાવ્યું હતું કે, 8 વર્ષના ગાળામાં હોસ્પિટલ 750 બેડની ક્વાટેર્નરી હોસ્પિટલ તરીકે વિકસી છે. જેમાં, જટિલ નિઓનેટલ પીડિયાટ્રિક કાર્ડિયો સર્જરી, હૃદય સર્જરી, હૃદય અને ફેફસા, યકૃતનું પ્રત્યારોપણ, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, ટ્રાન્સોલર રોબોટિક સર્જરી, સહીત રોબોટિક સર્જરી, સ્પાઈન સર્જરી અને એપિલેપ્સી સર્જરી નિયમિતપણે હાથ ધરવામાં આવે છે. હોસ્પિટલમાં 350 ફૂલ ટાઈમ સ્પેશ્યાલિસ્ટો છે.
 
મને પત્નીએ લિવર આપ્યું, હોસ્પીટલમાંથી ડીસ્ચાર્જ કરવાનું આવતાં રડવું આવ્યું !
 
ઘોડદોડ રોડ રહેતા શેર બજારના કામકાજ સાથે સંકડાયેલા હિતેશ ગાંધીએ જણાવ્યું હતું કે, તેને સીરોઈશીસ લિવર થઈ ગયું હતું. લિવર સડીને ફેલ થઈ જતાં મારી પત્ની પીંકીએ મને તેનું લિવર દાન કર્યું, કેડીએ હોસ્પિટલમાં પત્નીમાંથી લિવર કાઢીને મારામાં પ્રત્યારોપણ કરાયું. ઓપરેશનને 40 દિવસ થઈ ગયાં છે 24 લાખનો ખર્ચ થયો આજે સંપુર્ણ તંદુરસ્ત અનુભવું છું અને એવું લાગે છે કે, વધુ યુવાન થઈ ગયો છું. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થવાનું આવતાં રડૂં આવ્યું હતું.
 
આગળની સ્લાઈ્ડસમાં વાંચો દર્દીઓએ શેર કર્યા અનુભવ
 
 
X
Surat Kokilaben Dhirubhai Ambani Hospital And Medical Research Institute Completing On Year

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી