પૂરીાપૂ

Pankaj Ramani

Jul 13, 2017, 04:14 PM IST
બ્રેઈનડેડ થયેલા હળપતિ સમાજના યુવકના હ્રદયનું દાન કરવામાં આવ્યું
બ્રેઈનડેડ થયેલા હળપતિ સમાજના યુવકના હ્રદયનું દાન કરવામાં આવ્યું
સુરતઃ ઓર્ગેન ડોનેટ નગરી તરીકે નામના મેળવવા આગળ વધી રહેલા સુરતમાંથી 12માં હ્રદયનું દાન કરવામાં આવ્યું છે. હળપતિ સમાજના બ્રેનડેડ અમિત રમણભાઈ હળપતિના પરિવારે કિડની, લિવર, પેન્ક્રીયાસ, હૃદય અને ચક્ષુઓનું દાન કર્યું છે. જેથી ચાર વ્યક્તિઓને નવજીવન આપી માનવતાની મહેક પ્રસરાવી સમાજને નવી દિશા બતાવી છે. સુરતમાંથી 12માં હૃદયનું દાન નવી સિવિલ હોસ્પીટલથી 277 કિ.મીનું અંતર 85 મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ મુસ્લિમ યુવક સોહેલમાં અમદાવાદની સીમ્સ હોસ્પીટલમાં કરવામાં આવ્યું હતું.
બાઈક સ્લીપ થતાં થયા હતાં બ્રેનડેડ
ગત 8 જુલાઈના રોજ અમિત સાંજે 8.30 કલાકે પોતાના ગામ ખાપરીયાથી બીલીમોરા પોતાના મિત્ર વિક્રમ સાથે બાઈક ઉપર જતો હતો ત્યારે ચાંગા ગામ પાસે અચાનક કુતરું રસ્તા વચ્ચે આવી જવાથી વિક્રમે બ્રેક મારતા બાઈક સ્લીપ થઇ જતા અમિત બાઈક ઉપરથી નીચે પડી ગયો હતો. અને માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગયો હતો. તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં ખારેલમાં આવેલ ગ્રામ સેવા ટ્રસ્ટની હોસ્પિટલમાં દાખલ કર્યો. જ્યાં મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. ન્યુરોસર્જન ડૉ. મેહુલ મોદીએ ક્રેનીયોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો. ૧૨ જુલાઈના રોજ ન્યુરોફીઝીશ્યન ડૉ.પરેશ ઝાંઝમેરા અને ન્યુરોસર્જન ડૉ. મેહુલ મોદીએ અમિતને બ્રેનડેડ જાહેર કર્યો. બાદમાં પરિવારજનોને સમજાવવાથી અંગદાન કરવામાં આવ્યું હતું.
આગળની સ્લાઈડ્સમાં વાંચો કેવી રીતે હ્રદયને સુરતથી પહોંચાડાયું અમદાવાદ
X
બ્રેઈનડેડ થયેલા હળપતિ સમાજના યુવકના હ્રદયનું દાન કરવામાં આવ્યુંબ્રેઈનડેડ થયેલા હળપતિ સમાજના યુવકના હ્રદયનું દાન કરવામાં આવ્યું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી