જન્મના

Pankaj Ramani

Aug 19, 2017, 09:11 AM IST
સુરતમાંથી મધ્યભારતના ઈન્દોરના યુવકમાં હાર્ટ પ્રત્યાર્પણનો પ્રથમ કિસ્સો નોંધાયો
સુરતમાંથી મધ્યભારતના ઈન્દોરના યુવકમાં હાર્ટ પ્રત્યાર્પણનો પ્રથમ કિસ્સો નોંધાયો
સુરતઃ-સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતા તેલુગુ સમાજના બ્રેનડેડ કચરાભાઇ ગંગારામ મોરેના પરિવારે હૃદય,કિડની,લીવર અને ચક્ષુઓનું દાન કરી 6 વ્યક્તિઓને નવજીવન આપી માનવતાં મહેકાવી છે. સુરતમાંથી મધ્યભારતમાં ઇન્ટરસ્ટેટ હૃદય ટ્રાન્સફરનો સૌ પ્રથમ કિસ્સો બન્યો છે. સુરતથી 13માં હ્રદયનું દાન કરવામાં આવ્યું છે. સુરતથી 110 મિનિટમાં 450 Kmનું અંતર કાપી ઈન્દોરના યુવકમાં હાર્ટ કરાયું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.
સફાઈ કામદારના પરિવારે બતાવી જાગૃતિ
તેઓ નવીન ફ્લોરીન કંપનીમાં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતા હતા. તેમના પરિવારમાં પત્નિ આશાબેન અને પુત્ર સની તેમજ પૂજા મોરે અને શીતલ મોરેનો સમાવેશ થાય છે. તા.15 ઓગસ્ટના રોજ સીએનજી પમ્પ ખાતે બાઇક સ્લિપ થતાં તાત્કાલીક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાય જ્યાંથી વધુ સારવાર અર્થે બીજી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાય જ્યાં તેમને બ્રેનડેડ જાહેર કરાયા.
110 મીનીટમાં હૃદયને ઇન્દોર મોકલાયું
જે બાદ ઓર્ગન ડોનેશન દ્વારા તેમના પરિવારજનોને અંગોના દાન અંગેની જાણકારી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે બાદ તેમના હૃદય,કિડની,લીવર અને ચક્ષુઓનું દાન સ્વીકારાયું હતું. અને સુરતથી 450 કિલોમીટરના અંતરે 110 મીનીટમાં હૃદયને ઇન્દોર મોકલાયું હતું.ઇન્દોરના સીએચએલ હોસ્પિટલમાં 21 વર્ષના નવયુવકને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આ‌વ્યું હતું. જેની સાથે માત્ર 110 મીનીટમાં હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું.
આગળની સ્લાઈડ્સમાં વાંચો હાર્ટ પ્રત્યાર્પણનો સમગ્ર ઘટનાક્રમ
X
સુરતમાંથી મધ્યભારતના ઈન્દોરના યુવકમાં હાર્ટ પ્રત્યાર્પણનો પ્રથમ કિસ્સો નોંધાયોસુરતમાંથી મધ્યભારતના ઈન્દોરના યુવકમાં હાર્ટ પ્રત્યાર્પણનો પ્રથમ કિસ્સો નોંધાયો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી