બેતાબીત

Sunil Paladiya

Sep 24, 2017, 09:37 AM IST
Navratri 2017: Goggles and safa theme on third day of navratri in surat
સુરતઃ ખેલૈયાઓ એમનો અસલી સુરતી મિજાજ બતાવી રહ્યાં છે. જેમ જેમ હવે નવરાત્રિની રાત્રીઓ હાથમાં સરી રહી છે તેમ તેમ ખેલૈયાઓનો ઉત્સાહ, ઉમંગ અને જોશ ગ્રાઉન્ડમાં વહી રહ્યો છે. ત્રીજા નોરતે દિવ્યભાસ્કર, દૈનિક ભાસ્કર અને divyabhaskar.com અને વી.આર મોલ દ્વારા આયોજીત નવરાત્રિ મહોત્સવમાં ખેલૈયાઓના માથે ઉત્સાહ સવાર થયો હતો. કોઇએ ગોગલ્સ થીમ પર તો કોઇએ સાફા થીમ પર દોઢિયાનાં સ્ટેપ્સ લીધા હતા.

ખેલૈયાઓનો ઉત્સાહ સાતમે આસમાને

મેડી એન્ડ બેન્ડના સથવારે ગ્લેમ ગરબા વી.આર.મોલમાં ખેલૈયાઓને જલસો જ પડી ગયો. અહીંયા ખેલૈયાઓનો ઉત્સાહ સાતમે આસમાને જોવા મળ્યો હતો. દિવ્યભાસ્કર, દૈનિક ભાસ્કર અને divyabhaskar.com અને વી.આર મોલ દ્વારા આયોજીત નવરાત્રિનો રંગ જામતો જાય છે. લોઇડ સાઉન્ડ અને 15 ઇનામના સથવારે વી.આર.મોલનું ગ્રાઉન્ડ ગરબા લવર્સ માટે પસંદગીની જગ્યા બની રહી છે. આ સાથે દિવ્ય ભાસ્કર દ્વારા કપલ ઓફ ધી ડેની ટ્રોફી પણ આપવામાં આવે છે.

વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
X
Navratri 2017: Goggles and safa theme on third day of navratri in surat
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી