ફિટાકીર

Sunil Paladiya

Sep 22, 2017, 09:19 AM IST
Navratri 2017: First Day of Navratri in surat, dhamal of khelaiya
સુરતઃ હો રંગરસીયા, ક્યાં રમી આવ્યા રાસ જો, આંખલડી રાતી રે ઉજાગરો ક્યાં રે કર્યો... પવિત્ર શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે. નવરાત્રી એ અધર્મ અને આસુરી શક્તિ પર વિજય મેળવવાનો પર્વ છે. આદ્યશક્તિની ઉપાસનાની સાથે સાથે આસુરી વૃત્તિઓ ડામીને દૈવી શક્તિનો સંચાર કરવાનો ઉત્તમ અવસરનો પ્રારંભ થતાં ખેલૈયાઓએ પહેલા દિવસથી થનગની ઉઠ્યા હતા.

મોડી રાત સુધી ખેલૈયાઓ મસ્તીથી ઝૂમી ઉઠ્યા

શહેરની મોટા ભાગની સોસાયટીઓમાં શેરી ગરબાઓએ પણ ધૂમ મચાવી હતી.નવલી નવરાત્રિ શરૂ થતાં દિવ્ય ભાસ્કર, દૈનિક ભાસ્કર અને divyabhaskar.comના સથવારે વીઆર ખાતે યોજાયેલી નવરાત્રિમાં ખેલૈયાઓ મન મુકીને નાચ્યા હતા. ગુરુવારે હસ્ત નક્ષત્રમાં માતાજીના મંદિરોમાં નવરાત્રિ શરૂ થઇ હતી. જેની સાથે મેડીના સૂરે ખેલૈયાઓ થનગની ઉઠ્યા હતા. નવરાત્રિના પહેલા દિવસે ભીડ જોવા મળતી ન હતી. પરંતુ ગુરુવારે મોડી રાત સુધી ખેલૈયાઓ મસ્તીથી ઝૂમી ઉઠ્યા હતા. દસ દિવસ સુધીના ચાલનારા તહેવારના પહેલા દિવસે વરસાદ નડ્યો ન હતો.

વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
X
Navratri 2017: First Day of Navratri in surat, dhamal of khelaiya
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી