નેનાદવલપ

Sunil Paladiya

Aug 10, 2017, 09:36 AM IST
jigali and khajur gujarati comedy video fame nitin jani special story
સુરતઃ ખજૂર અને જીગલીના નામે છેલ્લા થોડા સમયથી સોશિયલ મીડિયામાં વીડિયો ધૂમ મચાવી રહ્યાં છે. એકદમ કાઠિયાવાડી લહેકામાં પ્રસંગોને અનુરૂપ કોમેડી વીડિયો સાથે સામાજિક સંદેશાઓ આપતાં આ વીડિયો જોઈને લોકો પેટ પકડીને હસી પડે છે. પતિ-પત્નીની ચકમક સાથેની રોજીંદી જીંદગીની ક્રિયાઓને વીડિયોના સ્વરૂપમાં અનોખી રીતે રજૂ કરતાં જીગલી અને ખજૂરના વીડિયો જોનારાના ચહેરા પર સ્માઈલ છવાઈ જાય છે. ત્યારે આ વીડિયોમાં ખજૂરની ભૂમિકા નિભાવતો યુવક બારડોલીના જાની બ્રધર્સ તરીકે ઓળખાતો નીતિન જાની ભૂમિકા નિભાવી રહ્યો છે.

ખજૂર અને જીગીલીની કેમેસ્ટ્રીના કારણે ફેમસ

બારડોલીના જાની બ્રધર્સ પુણેમાં અભ્યાસ કરવાની સાથે બોલીવુડના રંગે રંગાયા હતાં. 70થી વધુ શોર્ટ ફિલ્મો કરવાની સાથે સાથે બોલિવૂડની ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કરી ચૂક્યા છે. સાથે જ બોલિવૂડ બાદ ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પરંતુ હાલ નીતિન જાની તેના ખજૂર અને જીગીલીની કેમેસ્ટ્રીના વીડિયોના કારણે ભારે ફેમસ થયા છે. સામાજિક મુદ્દાઓને ઉજાગર કરતાં આ વીડિયો બાદ તેમને અનેક કામની ઓફર થઈ રહી હોવાનું નીતિને જણાવ્યું હતું.
આગળની સ્લાઈડ્સમાં વાંચો, સોશિયલ મીડિયામાં ધૂમ મચાવતા 'જીગલી'ના 'ખજૂર' વિશે જાણવા માંગો છો તે બધું
X
jigali and khajur gujarati comedy video fame nitin jani special story
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી