તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રાઉન્ડ રિપોર્ટઃ ઉમેદવારોને હરાવવા બંને પક્ષોમાં અસંતોષનો અગ્નિ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરતઃ શહેરમાં વિધાનસભાની કુલ 12 બેઠક છે. આ બેઠકો પર કોંગ્રેસને છેલ્લી ઘડીએ ઉમેદવારો બદલવાની સ્થિતિ સર્જાતાં બળવાની સ્થિતિ છે. ભાજપની હાલત પણ તેવી જ છે. કારણ કે ભાજપના જ બે નેતાએ અપક્ષમાં ઉમેદવારી કરી છે. 
 

શિયાળાની ઠંડીમાં પણ રાજકીય ગરમાવો 
 
પહેલી એવી ચૂંટણી છે કે જેમાં ભાજપ કે કોંગ્રેસ બંનેએ કાર્યાલયની બહાર પોલીસ બંદોબસ્ત રાખવાની સ્થિતિ ઊભી થઇ છે. આ માટેનુ કારણ એવું છે કે પાટીદાર અનામત આંદોલન બાદ જીએસટીમાં વેપારીઓનો વિરોધનું એપી સેન્ટર સુરત રહેલું છે. તેના લીધે શિયાળાની ઠંડીમાં પણ રાજકીય ગરમાવો પેદા થઇ ગયો છે. રાજકીય ગરમા ગરમીનો લાભ આ વખતે કોને ફળશે તે ચકાસવાનો પ્રયાસ કરવામાં આવતા રસપ્રદ માહિતી બહાર આવી.
 
ઉમેદવારોને પણ છેલ્લી ઘડીએ બદલવાની સ્થિતી સર્જાતા બળવાની સ્થિતિ રહેલી છે
 
શહેરની 12 બેઠકો પર જ્ઞાતિ સમીકરણો પ્રમાણે ઉમેદવારોની પસંદગી કરવામાં આવતી હોય છે. પરંતુ આ ‌વખતે કોંગ્રેસે જ્ઞાતિ સમીકરણોને પુરતું ધ્યાન રાખ્યા વિના ઉમેદવારોની જાહેરાત કરી છે. તેમાં ઉમેદવારોને પણ છેલ્લી ઘડીએ બદલવાની સ્થિતી સર્જાતા બળવાની સ્થિતિ રહેલી છે. જ્યારે ભાજપની હાલત પણ તેવી જ છે. કારણ કે ભાજપના જ બે નેતાઓએ અપક્ષમાં ઉમેદવારી કરી છે. તેના કારણે શહેરની પાંચેક જેટલી સીટ પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ થવાનો છે.હવે જમીન પર પ્રચારની સ્ટાઇલ ડોર ટુ ડોર બની ગઇ છે અને એકબીજાનો વિરોધ કરવા  સોશિયલ મીડિયાનો સહારો વધુ લેવાઇ રહ્યો છે. 
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, 12 બેઠકોની રસપ્રદ માહિતી

અન્ય સમાચારો પણ છે...