આપઘાત / સુરતમાં નારી સંરક્ષણ ગૃહમાં 23 વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાધો

સતાધીશોએ ગૃહના દરવાજા બંધ કરી દીધા
સતાધીશોએ ગૃહના દરવાજા બંધ કરી દીધા
X
સતાધીશોએ ગૃહના દરવાજા બંધ કરી દીધાસતાધીશોએ ગૃહના દરવાજા બંધ કરી દીધા

  • યુવતી બે દિવસ પહેલાં આવી હતી
  • આપઘાતનું કારણ હાલ અકબંધ

DivyaBhaskar.com

Feb 11, 2019, 03:36 PM IST
સુરતઃ ઘોડદોડ રોડ ખાતે આવેલા નારી સંરક્ષણ ગૃહમાં એક 23 વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી. અને આપઘાતને લઈને વધુ તપાસ હાથ ધરી છે.
1. ઘટનાને દબાવવાનો પ્રયાસ
ઘોડદોડ ખાતે આવેલા નારી સંરક્ષણ ગૃહમાં હાલ 20 જેટલી યુવતી આશરો લઈ રહી છે. જે પૈકી એક અંકિતા નામની યુવતી(ઉ.વ.23) બે દિવસ પહેલાં જ આવી હતી. અને બે દિવસમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા સાથી યુવતીઓમાં પણ ભયનો માહોલ છવાયો છે. હાલ પોલીસ વધુ તપાસ કરી રહી હતી. જોકે, નારી સંરક્ષણ ગૃહના સતાધીશો દ્વારા પહેલાં કોઈ માહિતી આપવામાં આવી નહતી. અને ગેટ પણ બંધ કરી દેવામાં આવ્યો હતા. જેથી સતાધીશો વાતને દબાવવાનો પ્રયાસ કરી રહી હોય તેવું લાગી રહ્યું હતું.
2. પ્રેમી સાથે ભાગતા ઝડપાઈ હતી

કતારગામ ખાતે રહેતી અંકિતાને નજીકમાં જ રહેતા ભાવેશ બાલુ ધનજી ગોહિલ સાથે ભાગી ગઈ હતી. જેથી અંકિતાના પિતાએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંનેને બે દિવસ પહેલાં ઝડપી પાડ્યા હતા. અને યુવતીએ માતા-પિતા સાથે જવાનો ઈનકાર કરતા પોલીસે અંકિતાને બે દિવસ પહેલાં નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપી હતી.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી