પ્રદર્શન / જયંતિ ભાનુશાળીની હત્યા નલિયાકાંડના આરોપીને બચાવવા થઈઃ તુષાર ચૌધરી

DivyaBhaskar.com | Updated - Jan 11, 2019, 02:41 PM
Vyara Congress Do Rally Against BJP Tushar Chaudhary Accused On BJP Leader Death
X
Vyara Congress Do Rally Against BJP Tushar Chaudhary Accused On BJP Leader Death

  • વ્યારામાં કોંગ્રેસ દ્વારા યોજાઈ જન આક્રોશ રેલી
  • ભાજપના રાજમાં મહિલાઓ સુરક્ષીત નથીઃ તુષાર ચૌધરી

સુરતઃ ભાજપના રાજમાં મહિલાઓ પર અત્યાચાર વધ્યાના આક્ષેપ સાથે વ્યારામાં કોંગ્રેસે દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. તુષાર ચૌધરીની અધ્યક્ષતામાં નીકળેલી રેલીમાં ભાજપથી બેટી બચાવોના નારા લાગ્યાં હતાં. તુષાર ચૌધરીએ ભાજપ પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, નલિયાકાંડના આરોપીઓને બચાવવા માટે જયંતિ ભાનુશાળીની હત્યા કરવામાં આવી છે.

વ્યારાનું રાજકારણ ગરમાયું
1.તાપી જિલ્લાના વ્યારાનું રાજકારણ છેલ્લા એકાદ સપ્તાહથી ગરમાયું છે. ગત સોમવારે વ્યારા ખાતે ભાજપ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપે આ રેલી દ્વારા વ્યારા નગરમાં અસામાજિક તત્વોને ડામવા માટેનો અવાજ ઉઠાવ્યો હતો. જ્યારે આજે (શુક્રવારે) કોંગ્રેસ દ્વારા યોજાયેલી રેલીમાં મહિલાઓ પર થતા અત્યાચારો દિનપ્રતિદિન વધી રહ્યાં હોવાના આક્ષેપ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જોડાયેલી મહિલાઓએ ભાજપ વિરોધી નારાઓ લગાવ્યા હતાં. સાથે કટ આઉટ અને બેનર પર સુત્રો લખીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
ભાજપ છીનાળા પાર્ટીઃ તુષાર ચૌધરી
2.રેલીમાં જોડાયેલા ડો. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, ભાજપના રાજમાં છીનાળાઓ વધી ગયાં છે. પોતાના પાપ છુપાવવા પોતાના જ નેતાઓની હત્યા કરવામાં આવી રહી છે. માં- બેટી ભાજપના રાજમાં સલામત નથી માટે અમારે આ રેલીનું આયોજન કરવું પડ્યું છે. 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App