વાયરલ / ધરમપુરમાં મહિલાએ એક્સાઈટેડ થઈ રાહુલ ગાંધીને સ્ટેજ પર જ કિસ કરી લીધી

વલસાડ કોંગ્રેસ આગેવાન કાશ્મીરાબેન પારસીએ રાહુલને કિસ કરી લીધી
વલસાડ કોંગ્રેસ આગેવાન કાશ્મીરાબેન પારસીએ રાહુલને કિસ કરી લીધી
X
વલસાડ કોંગ્રેસ આગેવાન કાશ્મીરાબેન પારસીએ રાહુલને કિસ કરી લીધીવલસાડ કોંગ્રેસ આગેવાન કાશ્મીરાબેન પારસીએ રાહુલને કિસ કરી લીધી

  • રાહુલ સાથે મહિલાનો પ્રેમ વાઈરલ

DivyaBhaskar.com

Feb 14, 2019, 04:50 PM IST
સુરતઃ આજે(ગુરૂવાર) રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણીના પ્રચારનો પ્રારંભ દક્ષિણ ગુજરાતના ધરમપુરથી કર્યો છે. જોકે, રાહુલ ગાંધી સ્ટેજ પર આવ્યા બાદ કોંગ્રેસીઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવી રહ્યું હતું. ત્યારે મહિલાના એક જૂથ દ્વારા રાહુલને હાર પહેરાવતી વખતે  કાશ્મીરા બેન નામના એક પારસી મહિલાએ રાહુલ પર હેત વરસાવી કિસ કરી હતી. આ મહિલા મુજબ, તેણીએ એક્સાઈટેડ થઈ ચૂંબન કરી લીધું હતું અને રાહુલને પોતાનોા સમાન ગણાવ્યો હતો. આ કિસનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
1. વેલેન્ટાઈનના દિવસે વીડિયો વાયરલ
ધરમપુરના લાલ ડુંગરીથી રાહુલ ગાંધી 5 લોકસભા મત વિસ્તારને આવરી લેતી સભાને સંબોધન કરવા પહોંચ્યા હતા. અને હાર પહેરાવીને સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. દરમિયાન એક મહિલાઓનું ગ્રુપ સ્ટેજ પર હાજર પહેરાવવા માટે પહોંચ્યું હતું. જે પૈકીની એક મહિલાએ રાહુલને ગાલ પર કિસ કરી લીધી હતી. વલસાડના મહિલા કોંગ્રેસના આગેવાન કાશ્મીરા બહેન હોવાનું હોવાનું જાણવા મળ્યું છે. જોકે, વેલેન્ટાઈનના દિવસે મહિલાએ રાહુલ ગાંધીને કિસ કરી હોવાથી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે.
2. રાહુલને જોઈ એક્સાઈટેડ થઈઃ કાશ્મીરા
પારસી કોમના કાશ્મીરાબેને જણાવ્યું હતું કે, મારે ઘણી વાર રાહુલને પર્સનલી પણ મળવાનું થયું છે. પરંતુ આજે હું સ્ટેજ પર પહોંચી ત્યારે એક્સાઈટેડ થઈ ગઈ હતી. રાહુલ મારા દીકરા સમાન છે. અમારે કોંગ્રેસ સાથે વર્ષો જૂનો સંબંધ છે. રાહુલ સારું ભણેલા અને ગણેલા છે.રાહુલ પીએમ બનશે તો દેશને પણ ફાયદો થશે અને મહિલાઓનો પણ ઉધ્ધાર થશે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી