વીડિયો વાઈરલ / સુરતમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ-પુત્રે લગ્નના વરઘોડામાં ફાયરિંગ કર્યું, તપાસના આદેશ

વરરાજાના માતા-પિતાએ પણ રિવોલ્વર સાથે ફોટોગ્રાફી કરાવી
વરરાજાના માતા-પિતાએ પણ રિવોલ્વર સાથે ફોટોગ્રાફી કરાવી
X
વરરાજાના માતા-પિતાએ પણ રિવોલ્વર સાથે ફોટોગ્રાફી કરાવીવરરાજાના માતા-પિતાએ પણ રિવોલ્વર સાથે ફોટોગ્રાફી કરાવી

  • ભાજપના નેતાના દીકરાના લગ્નમાં ફાયરિંગ
  • વાઈરલ વીડિયોને લઈને પોલીસ દોડતી થઈ ગઈ

DivyaBhaskar.com

Feb 13, 2019, 01:14 AM IST
સુરતઃ જાહેરમાં ફાયરિંગ પર પ્રતિબંધ વચ્ચે સુરત જિલ્લાના કામરેજના પાલી ગામમાં લગ્નના વરઘોડામાં અચાનક ફાયરિંગના ધડાકા બાદ જાનૈયાઓના જીવ તળાવે ચોંટી ગયા હતા. જોકે, ફાયરિંગ કરનાર કોઈ બીજું નહીં પણ વરરાજા જ હોવાનું જોતા તમામે રાહતનો દમ લીધો હતો. પોતાના જ લગ્નમાં વરરાજાએ ખુલ્લેઆમ ઘડાકાવાળી ગનથી ફાયરિંગ કરી લગ્નમાં અશાંત માહોલ ઉભો કર્યો હતો.
1. બે દિવસ પહેલાંની ઘટના
સુરતના સચિન ખાતે રહેતા ભાજપના કદાવર નેતાના પુત્રની જાન બે દિવસ પહેલાં વસંત પંચમીના દિવસે કામરેજના પાલી ગામ ખાતે ગઈ હતી. જ્યાં વરઘોડામાં ઘડાકાવાળી ગનથી હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. અને વરરાજાના માતા-પિતાએ પણ ગન હાથમાં પકડીને વીડિયો ગ્રાફી કરાવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. સુરત જિલ્લામાં વાઇરલ થયેલા આ વીડિયોએ ફરી એકવાર પોલીસના હોંશ ઉડાવી દીધા છે. 
2. પ્રતિબંધ વચ્ચે ફાયરિંગ
હથિયાર કાઢીને ગોળીઓ છોડવાની ઘટનાઓના કારણે ગૃહવિભાગે હવે એક પરીપત્ર જીલ્લા પોલીસ વડાને તથા પોલીસ કમિશનરને પાઠવીને લગ્નપ્રસંગ કે કોઇપણ જાહેર કાર્યક્રમમાં ફાયરીંગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો છે. આ પ્રતિબંધનું ઉલ્લંઘન કરનાર પરવાનેદારોને લાયસન્સ રદ કરી દેવામાં આવશે. જોકે, સુરત જિલ્લામાં લગ્નમાં થયેલા ઘડાકાવાળી ગનથી ફાયરિંગને લઈને શું તપાસ કરવામાં આવે તે ચર્ચાનો વિષય બન્યો છે.
3. પરિપત્રનું સદંતર ઉલ્લંઘન
કામરેજ પીઆઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે, અમને હજી આ બાબતના વીડિયો મળ્યા નથી. વીડિયો વાઈરલ થયા છે. આ અંગે અરજી લઈને તપાસ કરીશું. જોકે, ગૃહ વિભાગના જાહેરમાં ફાયરિંગ પર પ્રતિબંધના પરિપત્રનું સદંતર ઉલ્લંઘન  થયું છે. એ બાબતે તપાસ થશે. 

સીધી વાત - હિતેન્દ્નસિંહ વાસીયા, ઉપપ્રમુખ, જિલ્લા પંચાયત

1. હવામાં ફાયરિંગ કોણે કર્યુ કેટલી ગન હતી?
એરગનથી મારા પુત્ર કૃણાલે ફાયરિંગ કર્યુ અને બે એરગન હતી.
2. એરગન કોની હતી?
એરગન મારા પુત્ર અને તેના એક મિત્રની હતી, એરગનના સર્ટિ. પણ છે
3. પોલીસે તમને બોલાવ્યા છે?
પોલીસનો કોલ આવ્યો હતો
4. ઓરિજનલ રિવોલ્વરનું લાયસન્સ છે ?
મારી પાસે રિવોલ્વર નથી.
5. તમારી પત્નીએ ફાયરિંગ કર્યુ છે કે કેમ?
મારી પત્નીએ ફાયરિંગ કર્યુ નથી, માત્ર મે અને મારી પત્નીએ એરગન હાથમાં પકડી છે.
6. એરગન હોવાનું લાગે છે
કામરેજ વિસ્તારમાં પાલી ગામે રવિવારે લગ્નપ્રસંગના વરઘોડામાં રાત્રે ફાયરિંગની ઘટનામાં પ્રાથમિક તબક્કે એરગન હોવાનું લાગે છે. હાલ, હિતેન્દ્રસિંહ વાંસીયા ગાંધીનગર છે, તેમના આવ્યા બાદ આગળની તપાસ કરવામાં આવશે. - કરણસિંહ ચુડાસમા, કામરેજ PI
7. તપાસ કરી રહ્યા છીએ
અમારા ધ્યાન ઉપર એરગન આવી છે, તેની અમે તપાસ કરી રહ્યા છીએ. - એ.એમ.મુનીયા, ડીએસપી, સુરત જિલ્લા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી