વાપી જીઆઈડીસી / વાપી જીઆઈડીસીમાં બ્લાસ્ટ બાદ ગેસ લીકેઝથી કિલોમીટર સુધી લોકોને અસર

DivyaBhaskar.com

Dec 05, 2018, 05:12 PM IST
લોકોએ આંખોની બળતરાની સાથે સાથે શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ વ્યક્ત કરી
લોકોએ આંખોની બળતરાની સાથે સાથે શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ વ્યક્ત કરી

* ઘટના સ્થળે ચાર ફાયરબ્રિગેડની ગાડીઓ પહોંચી
* જીઆઈડીસીના આસપાસ એક કિલોમીટર સુધી ગેસની અસર

સુરતઃ વાપી જીઆઈડીસીના સેકન્ડ ફેસમાં આવેલી એક કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે ગેસ લીકેઝ થયો હતો. ગેસ લીકેઝના કારણે કામદારો સહિત લોકોમાં ડરનો માહોલ પેદા થયો હતો. બ્લાસ્ટનો અવાજ સાંભળીને લોકો બહાર દોડી આવ્યા હતાં. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો

- ગેસની પરિસ્થિતિ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ
- બ્લાસ્ટ બાદ દૂર દૂરથી દેખાયો ગેસનો ધૂમાડો

- પ્રચંડ બ્લાસ્ટથી કંપનીના પતરા ઉડી ગયા

લોકો પર ખરાબ અસર

વાપી જીઆઈડીસીના કામદારે જણાવ્યું હતું કે, એક પ્રચંડ અવાજ સાથે ધ્રુજારી આવી હતી. થોડીવાર બાદ ગેસની અસર વર્તાઈ હતી.આંખોમાંથી બળતરા થવા લાગી હતી. સાથે શ્વાસ લેવામાં તકલીફ થતાં મોં પર રૂમાલ રાખવાની ફરજ પડી હતી.

X
લોકોએ આંખોની બળતરાની સાથે સાથે શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ વ્યક્ત કરીલોકોએ આંખોની બળતરાની સાથે સાથે શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ વ્યક્ત કરી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી