વિરહ ન જીરવાયો / વિરહ ન જીરવાયો/ વલસાડમાં અસવારના મોતના 12માં દિવસે પોલીસના ઘોડાએ ત્યજ્યાં પ્રાણ

DivyaBhaskar.com

Dec 03, 2018, 06:42 PM IST
રાઈડ અનિલભાઈ (જમણે)ના મોત બાદ અશ્વ સુરજ (ડાબેનું) 12માં દિવસે મોત થયું હતું.
રાઈડ અનિલભાઈ (જમણે)ના મોત બાદ અશ્વ સુરજ (ડાબેનું) 12માં દિવસે મોત થયું હતું.

* ઘોડાને ઓલ ઈન્ડિયા પોલીસ મીટમાં 10 વર્ષ અગાઉ મળ્યો હતો ગોલ્ડ મેડલ
* સામાન્ટ ઘોડા 17 વર્ષ નિવૃત થાય સુરતની ઉમર 22 વર્ષે મોતને ભેટ્યો
* અસવાર અનિલભાઈ સાથે સુરત ભાવનાત્મક રીતે જોડાયેલો હતો

સુરતઃ વલસાડ પોલીસ હેડક્વાટર ખાતે ઘોડાના તબેલામાં 22 વર્ષીય ઘોડાનું મોત થયું હતું. સાથે જ અસવાર અને અશ્વ પ્રત્યેના એકમેકના પ્રેમ કેટલો વિરલ હતો કે, અસવાર અનિલભાઈ દેસાઈના મોતના 12માં દિવસે સુરજ ઘોડાએ પણ ઝુરી ઝુરીને પ્રાણ આપી દીધા.જેના પગલે અશ્વદળમાં દુઃખનું મોજું ફરી વળ્યું હતું.

- 20મી નવેમ્બરના રોજ રાઈડર અનિલભાઈ છોટુભાઈ દેસાઈનું મોત
- ઘોડા પર રાઈડ કર્યા બાદ હાર્ટ એટેકથી અનિલભાઈનું મોત થયું હતું.
- અનિલભાઈના મોતના ત્રીજા દિવસે તેમના પિતા છોટુભાઈનું પણ મોત થયું.
- અનિલભાઈના મોતના બાદ અશ્વ સુરજ પણ માંદગીમાં પટકાયો હતો
- સાતેક દિવસથી સુરજની સારવાર ચાલતી હતી
- 2006માં અનિલભાઈ પાસે સુરજ આવ્યો હતો.
- અનિલભાઈ સિવાય સુરજ પર કોઈ સવારી કરી શકતું નહોતું
- સુરજ અનિલભાઈ સિવાયનાને પાસે જ આવવા નહોતો દેતો
- ગ્રે કલરનો સુરજ ઉંચો અને સાતેક ફૂટ લાંબો હતો

ભાવનાત્મક રીતે જોડાયેલા હતાઃ પીએસઆઈ

વલસાડ અશ્વદળના પીએસઆઈ રમેશ વસાવાએ જણાવ્યું હતું કે, 12 વર્ષથી અનિલભાઈ અને સુરજની જોડી હતી. બન્ને ભાવનાત્મક રીતે જોડાયેલા હતાં. અનિલભાઈના મોત બાદ તેમના પિતાનું અવસાન થયું હતું.અનિલભાઈને સંતાનમાં એક દીકરો અને દીકરી છે. તેમને સહકાર આપવા માટે ગુજરાત માઉન્ટર પોલીસ અશ્વદળના દરેક સભ્યો દ્વારા સહાય એકઠી કરવામાં આવી છે.

સખત તાવમાં થયું મોતઃ ડો.એસ.બી. પટેલ

સુરજ નામના ઘોડાની સારવાર કરનાર વેટરનરી ડો.એસ.બી. પટેલએ જણાવ્યું હતું કે, ચાર પાંચદિવસથી ઘોડાને સખત તાવ આવી રહ્યો હતો. બાટલા ચડાવી રહ્યાં હતાં.રોજ બાટલા ચડાવતાં પરંતુ કોઈ ફરક જ ન પડ્યો અને આજે સવારે તેનું મોત થયું. જોગાનુજોગ તેના રાઈડરનું પણ 12 દિવસ પહેલા જ આ જ સમયે એટેકથી મોત થયું હતું.

અનિલભાઈ સિવાય કોઈ સવારી નહોતું કરી શકતું: રમાકાંત તિવારી

પોલીસ અશ્વદળમાં ફરજ બજાવતાં એએસઆઈ રમાકાંત તિવારીએ જણાવ્યું હતું કે, સુરજ ઘોડો અનિલભાઈ સિવાય કોઈને પાસે ફરકવા પણ નહોતો દેતો. નાળ પણ કોઈને નહોતો લગાવવા દેતો.

X
રાઈડ અનિલભાઈ (જમણે)ના મોત બાદ અશ્વ સુરજ (ડાબેનું) 12માં દિવસે મોત થયું હતું.રાઈડ અનિલભાઈ (જમણે)ના મોત બાદ અશ્વ સુરજ (ડાબેનું) 12માં દિવસે મોત થયું હતું.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી