વેલેન્ટાઈન ડે / સુરતમાં શાળાના વિદ્યાર્થીઓએ માતા-પિતાની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન નહીં કરવાના શપથ લીધા

DivyaBhaskar.com | Updated - Feb 14, 2019, 11:25 AM
X

  • 10 હજાર વિદ્યાર્થીઓએ શપથ લીધા
  • પરિવારને જોડી રાખવાનાનો હેતુ

સુરતઃ વેલેન્ટાઈન ડેની સુરતમાં અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સુરતની અલગ અલગ 15 શાળાના વિદ્યાર્થીઓએ માતા-પિતાની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન નહીં કરવાના શપથ લીધા હતા. 

રિલેશનશિપ ખતમ કરવા ખચકાશે નહીં
1.સુરતમાં હાસ્યમેવ જયતે નામની એક સંસ્થા દ્વારા વેલેન્ટાઇન ડેએ એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં સુરત શહેરના અંદાજિત 10 હજાર વિદ્યાર્થીઓએ શપથ લીધા હતા કે, તેઓ પોતાના માતા-પિતાની મરજી વિરુદ્ધ જઈ લવ મેરેજ નહીં કરે. આ માટે રિલેશનશિપ ખતમ કરવી પડે, તો પણ તેઓ ખચકાશે નહીં. જો તેમના માતા-પિતાને લવ મેરેજ સામે વાંધો હશે, તેઓ પોતાના પ્રેમી કે પ્રેમિકા સાથે લગ્ન નહીં કરે.
15 શાળામાં કાર્યક્રમ યોજાયો
2.હાસ્યમેવ જયતે સંસ્થાના મસાલાવાળાએ કહ્યું હતું કે, હાલના સમયમાં યુવાનો પ્રેમમાં પડી આવેગમાં લગ્નનો નિર્ણય કરી લે છે. કેટલાક તો ઘરેથી ભાગીને પણ લગ્ન કરે છે, પરંતુ આવા ઉતાવળિયા લગ્ન લાંબા ટકતા નથી. અમે ઇચ્છીએ છીએ કે જીવનમાં જ્યારે લગ્નનો નિર્ણય લેવાની વાત આવે, ત્યારે યુવાઓએ માતા-પિતાની સલાહ લેવી જોઇએ.
 આ કાર્યક્રમ પાલનપુર પાટિયા પાસેની સંસ્કાર ભારતી, અડાજણની પ્રેસિડન્સી હાઈસ્કૂલ, સંસ્કાર કુંજ જ્ઞાનપીઠ, સ્વામીનારાયણ એમ વી વિદ્યાલય, સન ગ્રેસ વિદ્યાલય, વરાછાની નવચેતના વિદ્યાલય તથા જ્ઞાન ગંગા વિદ્યાલયમાં યોજાયો હતો.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App