ઉતરાયણ / સુરતમાં પતંગના દોરાથી બે યુવાનના ગળાં કપાયા અને એક ઘાબા પરથી પટકાયો

two younger throat cut by thread and one down from terres at uttrayan in surat
X
two younger throat cut by thread and one down from terres at uttrayan in surat

  • એકની હાલત નાજુક, એકની સામાન્ય
  • ધાબા પરથી પટકાયેલા બાળકને સારવાર ચાલી રહી છે

DivyaBhaskar.com

Jan 14, 2019, 02:01 PM IST
સુરત:ઉત્તરાયણના પર્વને લઇને શહેરભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન શહેરના અલગ-અલગ વિસ્તારમાં બે યુવકોના ગળા કપાવા અને એક બાળક ધાબા પરથી પટકાયો હોવાની ઘટના બની છે. તમામને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પ્રથમ ઘટના

ગભેણી ચોકડી નજીક ગભેણીથી બાઈક પર ઘરે પરત ફરતા શહેનમાઝ ખાન ઈઝહાર ખાન(ઉ.વ. 23. રહે ગિલાની નગર ઉન પાટિયા)નું પતંગના દોરાથી ગળું કપાઈ ગયું હતું. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
2. બીજી ઘટના
વરાછામાં ડીઆર વર્લ્ડ નજીક બાઈક પર જતા બે મિત્રો પૈકી જયેશ આહીર(ઉ.વ.22. રહે પુણા ગામ રવીપાર્ક સોસાયટી)નું પતંગના દોરાથી ગળું કપાઈ ગયું હતું. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે.
 
3. ત્રીજી ઘટના
પાંડેસરા વિસ્તારમાં ભરત કમ્યુઉદીન બેક (ઉ.વ.11 વર્ષ રહે પાંડેસરા ભીડ ભજન) ઉતરાયણને લઈને ઘાબા પર પતંગ ઉડાવવા માટે ગયો હતો. દરમિયાન પતંગ ઉડાવતા ઉડાવતા ધાબા પરથી નીચે પટકાયો હતો. જેથી તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં ફરજ પરના તબીબે તેને ઓર્થોમાં રીફર કરી સારવાર ચાલું કરી હતી.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી