અકસ્માત / સુરતમાં ધોરણ 12ના બે પરીક્ષાર્થીનું અકસ્માતે મોત નિપજ્યું

DivyaBhaskar.com | Updated - Mar 17, 2019, 06:24 PM
two standard 12 student dead in accident at rander and udhana in surat
X
two standard 12 student dead in accident at rander and udhana in surat

  • એકનું બાઈક સ્લીપ થતા મોત
  • અન્યનું ક્રેનની અડફેટે મોત

સુરતઃ શહેરના બે જુદા જુદા બનાવમાં ધોરણ 12ના બે વિદ્યાર્થીના મોત નિપજ્યાં હોવાનું જાણવા મળ્યું છે. એક વિદ્યાર્થી ગત રોજ રીક્ષા આપવા જતા સમયે બાઈક સ્લીપ થતા સારવાર અર્થે ખસેડાયો હતો. જેનું સારવાર દરમિયાન મોડી રાત્રે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક વિદ્યાર્થી ગત મોડી રાત્રે ઉધના નજીક એક ક્રેનની અડફેટે આવતા મોત નિપજ્યું હતું.

સારવાર દરમિયાન મોત
1.સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી પ્રમાણે, જહાંગીરપુરા ખાતે આવેલી વૈષ્ણોદેવી હાઇટ્સમાં રહેતો 18 વર્ષીય અનિકેત જશવંતભાઈ પરમાર ગઈકાલે બપોરે મોપેડ પર વરાછા વિસ્તારની શાળામાં ધોરણ 12 સાયન્સની પરીક્ષા આપવા નીકળ્યો હતો. દરમિયાન રાંદેરના મોરાભાગળ અને રામનગર વચ્ચે બાઈક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. જેમાં તેને ગંભીર ઈજા થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો જ્યાં મોડી રાત્રે તે મોતને ભેટ્યો હતો.
ઘટના સ્થળે જ મોત થયું
2.અન્ય એક ઘટનામાં પાંડેસરાના ભેસ્તાન ખાતે જય અંબેનગર સોસાયટીમાં રહેતો 18 વર્ષીય કિરણ સુભાષભાઈ સીમી પરીક્ષા આપ્યા બાદ રાત્રે બાઈક પર ભેસ્તાન થી ઉધના તરફ આવવા નીકળ્યો હતો. દરમિયાન પાંડેસરાના પ્રેમનગર પાસે બીઆરટીએસ બસ સ્ટેન્ડ નજીક પૂરપાટ હંકારતા ક્રેન ચાલકે બાઈકને ટક્કર મારી હતી, જેમાં ગંભીર ઇજા થતાં કિરણનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજયું હતું. જોકે, ક્રેઈન ચાલક ભાગી છૂટ્યો હતો.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App