Home » Daxin Gujarat » Latest News » Surat City » Tribe People Development 100 crore Rupees Museum Built In Rajpipla say Cm Vijay Rupani

આદિજાતિ સંસ્કૃતિના જતન-સંવર્ધન માટે રૂ. 100 કરોડનું મ્‍યુઝિયમ રાજપીપળામાં બનશેઃ CM રૂપાણી

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 10:58 AM

આદિજાતિ ક્ષેત્ર તાપી-નિઝરમાં આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણીમાં મુખ્યમંત્રી સહભાગી થયા

 • Tribe People Development 100 crore Rupees Museum Built In Rajpipla say Cm Vijay Rupani
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  આદિજાતિ ક્ષેત્ર તાપી-નિઝરમાં આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણીમાં મુખ્યમંત્રી સહભાગી થયા

  સુરતઃ આદિવાસી સમાજ ગુજરાતની વિરાસત છે. આ સમાજની વૈવિધ્યસભર સંસ્કૃતિના સંવર્ધન અને જતન માટે રાજય સરકાર સંકલ્પબધ્ધ છે. ઉપરોક્ત શબ્દો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તાપી જિલ્લાના નિઝર ખાતે વિશ્વ આદિવાસી દિવસ ઊજવણી અવસરે ઉચ્ચાર્યા હતા. વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આદિવાસી સસ્કૃતિની વિરાસતના જતન તેમજ પ્રોત્સાહન માટે માટે રાજપીપળા ખાતે રૂા.100 કરોડના ખર્ચે અલગ મ્યુઝિયમ બનાવવામાં આવશે તથા 40 એકર વિસ્તારમાં બિરસા મૂંડા આદિવાસી યુનિવસિર્ટીના નિર્માણ કરવામાં આવશે. જેનાથી આદિવાસી સંસ્કૃતિનું જનત તેમજ સંવર્ધન થશે.
  આદિવાસી સમાજના કુળદેવી યાહા મોગી માતાની પૂજા-અર્ચના કરી બિસરા મૂંડાને શ્રદ્ધાંજલી અપાઇ
  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદિવાસી કૂળદેવી યાહા મોગી માતાનું પૂજન કરી, આદિવાસી સમાજના મસિહા બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપી હતી.આ પ્રસંગે મુખ્યમંત્રીએ ગુજરાતની ગૌરવવંતી આદિવાસી સંસ્‍કૃતિની પરંપરાને જીવંત રાખવા સરકાર કટિબદ્વ છે. આદિવાસીઓનો ગૌરવવંતો ઇતિહાસ છે. ગુજરાતમાં આદિવાસીઓ પ્રત્યે સંવેદના છે. આઝાદી પહેલાંથી જ રાષ્‍ટ્રભકિત પડેલી છે. આદિવાસી ક્ષેત્રમાં થયેલા વિકાસની ભૂમિકા આપતાં જણાવ્‍યું હતું કે, શિક્ષણ, આરોગ્‍ય સહિત માળખાકીય સવલતો છેવાડાના માનવીને આપી છે. ૨૦૦૨માં સાત એકલવ્ય મોડેલ સ્કુલ હતી, જે આજે ૯૧ છે. ૨૦૦૧ના વર્ષમાં આદિવાસી ક્ષેત્રમાં ૪૭ ટકા શિક્ષણ હતું, જે વધીને ૨૦૧૧માં ૬૨ ટકા થયું છે. આ સરકાર ગરીબો, પીડિતો, આદિવાસીઓના હિતની સંવેદનશીલ સરકાર છે.

  વધુ માહિતી માટે આગળ વાંચો... રાષ્ટ્ર માટે અનેક આદિવાસીઓએ કુરબાની આપી છે

 • Tribe People Development 100 crore Rupees Museum Built In Rajpipla say Cm Vijay Rupani
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ગુજરાતે આદિવાસી વિરાસતને ઊજાગર કરવાના અવસરો આપ્યા છે
  રાષ્ટ્ર માટે અનેક આદિવાસીઓએ કુરબાની આપી છે
   
  મુખ્યમંત્રીએ આદિવાસીઓના આઝાદીના ભવ્ય ઇતિહાસને વાગોળતા જણાવ્યુ‍ હતું કે, સોમનાથ મંદિરની રક્ષા માટે વેગડા ભીલની વીરતા, મહિસાગરના માનગઢમાં ગુરૂ ગોવિંદના નેતૃત્વમાં ૧૬૦૦ આદિવાસીઓની શહીદી, વિજયનગરના શહીદો, તાત્યાભીલ, રૂપા નાયક સહિત આદિવાસીવીરોની બલિદાન એળે જવા દેશે નહીં. ડાંગના રાજાઓ અંગ્રેજો સામેલ લડયા હતા. અગાઉની સરકારોએ કયારેય આ વીર સપૂતોને યાદ કર્યા નથી. આ સરકારે આદિવાસી સંસ્‍કૃતિની વિરાસતને ઊજાગર કરવાનો નિર્ણય કર્યો છે.
   
  નિઝરની ભવ્ય રેલી લોકોમાં  આકર્ષણનું ક્રેન્દ્ર
   
  નિઝર નગરમાં આદિવાસી સંસ્‍કૃતિને ઊજાગર કરતી આદિવાસીઓની નૃત્યના તાલે ભવ્ય રેલી નીકળી હતી. આદિવાસી પોષાકમાં સજજ કલાકારો, આરાધ્‍ય દેવ ગાંડા ઠાકુર અને વિન્‍યા દેવના વેશમાં સજ્જ ઘોડેસવાર તથા આદિવાસી સમાજ જેને દેવ તરીકે પુજે છે એ કણી (અનાજ ભરેલી ટોપલી) કે જેને સ્થાનિક બોલીમાં હિજારી કહે છે જેને કૂળદેવીના પૂજન વખતે લઇ જવામાં આવે છે, જેને માથે મૂકી આદિવાસી બહેનો પણ રેલીમાં જોડાઇ હતી.
   

  વધુ માહિતી માટે આગળ વાંચો... આદિવાસી સમાજે સીએમને ભેટ આપી

 • Tribe People Development 100 crore Rupees Museum Built In Rajpipla say Cm Vijay Rupani
  ગૌરવવંતી આદિજાતિ પરંપરા જીવંત રાખવા સરકાર સંકલ્પબધ્ધ
  આદિવાસી સમાજે સીએમને ભેટ આપી

  - ચૌધરી સમાજ - સાફો તથા તારપુ ભેટમાં આપ્યું
  -ગામીત સમાજ -પરંપરાગત કોટી અને ટોપલી
  - વસાવા સમાજ - કડુ પહેરાવી, મોરલી અને છીબલી
  - કોંકણી સમાજ - પાવરી આપી
  - ઢોડિયા સમાજ - તૂર-થાળી
  - કોટવાળિયા સમાજ - વાંસની ટોપલીની ભેટ આપી
  - હળપતિ સમાજ - મોમેન્ટો આપી અભિવાદન કર્યું
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ