સુરતઃ તાલીમાર્થી ક્લાર્કનો આપઘાતનો પ્રયાસ, પાલિકાના આરોગ્ય અધિકારી પર ત્રાસનો આક્ષેપ

વરાછા ઝોન ઓફિસમાં તાલીમાર્થી ક્લાર્કે હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો

DivyaBhaskar.com | Updated - Oct 12, 2018, 01:17 PM
તાલીમાર્થી ક્લાર્ક ગર્ભવતી પ
તાલીમાર્થી ક્લાર્ક ગર્ભવતી પ

સુરતઃ વરાછા ઝોન ઓફિસમાં તાલીમાર્થી ક્લાર્કે હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેને સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેણે વરાછા ઝોન ઓફિસના આરોગ્ય અધિકારી પર ધમકી અને ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો.સીઆર રિપોર્ટમાં બેડ લખી મોકલી આપવાની ધમકી

મૂળ મહારાષ્ટ્રનો સુરજ અનિલ ચકે બે વર્ષથી વરાછા ઝોન ઓફિસમાં VDBC વિભાગમાં તાલીમાર્થી ક્લાર્ક તરીકે નોકરી કરે છે. દરમિયાન ગત રોજ હાથની નસ કાપીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તાલીમાર્થી ક્લાર્કે જણાવ્યું હતું કે, વરાછા ઝોન ઓફિસના આરોગ્ય વિભાગના અધિકારી જે.ડી. પટેલ દ્વારા ધમકી અને ત્રાસ આપવામાં આવતો હતો. સીઆર રિપોર્ટમાં બેડ લખી મોકલી આપવાની ધમકી આપવામાં આવતી હતી. જેથી કંટાળી આ પગલું ભર્યું હતું.

ગર્ભવતી પત્નીને મળવા જવા માટે માંગતો હતો રજા

મૂળ મહારાષ્ટ્રના વતની સુરજની પત્ની ગર્ભવતી છે. જેથી પત્નીને મળવા માટે છેલ્લા ઘણા સમયથી રજા માંગતો હતો. જોકે, અધિકારી જે.ડી. પટેલ રજા મંજૂર કરતા ન હતા. જેથી તેની જ ઓફિસમાં હાથની નસ કાપી નાખી હતી. અધિકારીની શોષણનિતી સામે આવતા સાથી કર્મચારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

X
તાલીમાર્થી ક્લાર્ક ગર્ભવતી પતાલીમાર્થી ક્લાર્ક ગર્ભવતી પ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App