દીક્ષાનગરી સુરત / વેલેન્ટાઈનના દિવસે વેપારી પરિવારની 8 યુવતીઓએ દીક્ષા લીધી

દીક્ષાર્થીઓની દીક્ષા પહેલાં અને પછીની તસવીર
દીક્ષાર્થીઓની દીક્ષા પહેલાં અને પછીની તસવીર
X
દીક્ષાર્થીઓની દીક્ષા પહેલાં અને પછીની તસવીરદીક્ષાર્થીઓની દીક્ષા પહેલાં અને પછીની તસવીર

 • જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા
 • ડાન્સ કરી મુમુક્ષુઓએ દીક્ષા લીધી

DivyaBhaskar.com

Feb 14, 2019, 02:56 PM IST
સુરતઃ દીક્ષાનગરી તરીકે મનાતા સુરતમાં આજે વેલેન્ટાઈનના દિવસે ખૂબ જ સાધનસંપન્ન વેપારી પરિવારની 8 યુવતીઓ સંસારની મોહમાયાનો ત્યાગ કરી વૈરાગ્ય ધારણ કરી જૈન સાધ્વી બન્યા છે. આ યુવતીઓની ઉંમર 14થી 24 વર્ષની વચ્ચે છે. જેમાંથી કેટલીક યુવતીઓ ગુજરાત બહારથી કર્ણાટક, મુંબઈ અને રાજસ્થાનની રહેવાસી પણ છે. 
1. અમર રહોના નારા લાગ્યા
કૈલાસનગર સંઘ ખાતે ગુરુ ભગવંતોનું સામૈયુ કરાયું હતું. ત્યારબાદ દીક્ષાના વસ્ત્ર રંગવાનન કાર્યક્રમ, મેંદી અને સાંઝી કરાઈ હતી. તેમજ મુમુક્ષુઓનું વર્ષીદાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે ભવ્ય દીક્ષા મહોત્સવ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં જૈન અગ્રણી સહિતના લોકો જોડાયા હતા. અને દીક્ષાર્થીઓ અમર રહોના નારા લાગ્યા હતા. મુમુક્ષુઓએ આચાર્ય ગુણરત્નસૂરિ મહારાજની નિશ્રામાં દીક્ષા ગ્રહણ કરી સંયમના માર્ગે પ્રયાણ કર્યું હતું.
2. ભાગ્યે જ આવો સંયોગ બને છે
આ કાર્યક્રમના આયોજક કૈલાશનગર જૈન સંઘ દ્વારા જણાવવામાં આવ્યું કે, આવું ભાગ્યે જ જોવા મળે છે કે જેમાં તમામ દીક્ષા લેનારું ગ્રૂપ મહિલાઓનું હોય. આ પહેલા આવું લગભગ 2 દાયકા પહેલા બન્યું હતું. આચાર્ય રશ્મીરત્ન સુરીજી, જેમણે અત્યાર સુધીમાં 414 મુમુક્ષુઓને દીક્ષા આપીને ધર્મના માર્ગે આગળ કર્યા છે. અંદાજે 18 વર્ષ પહેલા રશ્મીરત્ન સુરીજીના ગુરુ આચાર્ય ગુણરત્નસુરીજી દ્વારા એક સાથે 28 લોકોને દીક્ષા આપવામાં આવી હતી. જોકે તમાં મોટાભાગના પુરુષો હતા. તેમણે વધુમાં કહ્યું કે, ‘એવું ખૂબ ઓછું બને છે કે 2-3થી વધારે મહિલા એક સાથે દીક્ષા લે છે.
3. મુમુક્ષુઓએ નવા નામ ધારણ કર્યા
 • મુમુક્ષુ ધ્રુવી કુમારી કોઠારી ઉ.વ. 24 સુરત- સાધ્વી ધ્યાનરૂચી રેખા મ.સા.
 • મુમુક્ષુ ખુશી એચ. વિશાલ ઉ.વ 17 કર્ણાટક- સાધ્વી જિનાત્મ રેખા મ.સા. 
 • મુમુક્ષુ મહેક કમલેશભાઈ ઉ.વ 14 મુંબઇ- સાધ્વી મોક્ષરૂચી રેખા મ.સા.
 • મુમુક્ષુ મિંજલ શાહ ઉ.વ. 27 ભાવનગર- સાધ્વી મોક્ષદર્શીરેખા મ.સા.
 • મુમુક્ષુ પૂજા કિરિટભાઇ ઉ.વ.20 સુરત- સાધ્વી પરમવીર રેખા મ.સા.
 • મુમુક્ષુ પૂજા સુરેશભાઇ ઉ.વ.22 ડીસા- સાધ્વી પૂણ્યસ્વી રેખા મ.સા.
 • મુમુક્ષુ સ્નેહી કોઠારી ઉ.વ. 17, સુરત- સાધ્વી યોગદ્રષ્ટી રેખા મ.સા.
 • મુમુક્ષુ સ્વિટી જ્યંતિભાઇ સંઘવી ઉ.વ.23 રાજસ્થાન- સાધ્વી જ્ઞાનાત્મરેખા મ.સા.
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી