સંયમના માર્ગે / સંયમના માર્ગે/ સુરત રિવરફ્રન્ટ પર કરોડપતિ પિતાના બે સંતાનો સહિત ત્રણના દિક્ષા મહોત્સવની શરૂઆત

DivyaBhaskar.com

Dec 06, 2018, 11:19 AM IST
દીક્ષા લેનાર યશ અને આયૂષી
દીક્ષા લેનાર યશ અને આયૂષી

* પુત્રને દીક્ષા લેતા રોકવા પિતાએ મોંઘીદાટ કાર, મોંઘા ફોનની લાલચ આપી


* મહારાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ સ્થળે વિહાર કર્યો

સુરત
: પાલમાં બિરાજમાન આચાર્ય યશોવર્મસૂરિ મહારાજની નિશ્રામાં આજથી કરોડપતિ પિતાના પુત્ર યશ(20), પુત્રી આયૂષી(22) અને નવસારીની મોક્ષા વોરાના દીક્ષા મહોત્સવનો પ્રારંભ થયો છે. આ માટે તાપી નદીના કિનારે લબ્ધિવિક્રમ રાજમંદિર ઉભું કરાયું છે. સમારોહનો પ્રારંભ આજેથી થયો છે. અને મહોત્સવનું સમાપન 9 ડિસેમ્બરે દીક્ષા સાથે સંપન્ન થશે.

ચાર દિવસ ચાલશે દીક્ષા મોહત્સવ

રિવરફ્રન્ટ પર ઉભા કરાયેલા લબ્ધિવિક્રમ રાજમંદિરમાં ત્રણે મુમુક્ષુઓની અનુમોદના માટે મોટી સંખ્યામાં શ્રાવકો ઉપસ્થિત રહ્યા છે. ત્યારબાદ બપોરે 1.30 કલાકે કેસર છાંટણા, સાંજી, મેંદી રસમ અને સાંજે 6 કલાકે સંધ્યાભક્તિ કરાશે. 7મીએ સવારે 8.30 કલાકે વરસીદાન શોભાયાત્રા અને બેઠુ વરસીદાન કરાશે. રાતે 8.30 કલાકે મુમુક્ષુઓનો વિદાય સમારોહ. 8મીએ સવારે 8.30 કલાકે સત્સંગ અને વીસ સ્થાનક પૂજા. સાંજે 7 કલાકે મુમુક્ષુઓની વાંદોળી, મહાપૂજા અને આરતી કરવામાં આવશે. 9 ડિસેમ્બરે વહેલી સવારે 4 કલાકે પ્રવજ્યા વિધિનો પ્રારંભ કરાશે. આ પ્રસંગે ત્રણે મુમુક્ષુના પરિવારજનો સહિત પાંચ હજારથી વધુ શ્રાવકો ઉપસ્થિત રહી અનુમોદના કરવામાં આવશે.

પિતાની ઇચ્છા હતી કે દીકરો કારોબાર સંભાળે

દીક્ષા ગ્રહણ કરી સંસારનો ત્યાગ કરવાના યશના નિર્ણયથી કાપડવેપારી પિતા ભરતભાઈ અસારાવાળા ખુશ ન હતા. ભરતભાઈએ પહેલા યશને એક લાખની બાઇક ખરીદીને આપી હતા. એટલું જ નહીં, દર વખતે મોંઘીદાટ કાર જેવી કે જગુઆર, ઓડી, મર્સીડીઝ તે જ મોંઘા ફોનની લાલચ આપી હતી. અને કહ્યું કે, સંસારનો ત્યાગ ન કરે. કારણ કે, ભરતભાઈ ઇચ્છતા હતા કે તેમનો પુત્ર યશ તેમનો કારોબાર સંભાળે અને આગળ વધારે. ભરતભાઈએ તેમની દુકાનની ચાવીઓ પણ યશને આપી દેવાની વાત કરી પરંતુ યશએ આ તમામ લાલચને ઠુકરાવી દઈને પોતાના મનની વાત તેમની માતાને જણાવી દીધી હતી. ત્યાર બાદ માતાએ બધાને સમજાવીને દીક્ષા માટે રાજી કર્યા હતા.

આચાર્ય યશોવર્મસૂરિ સાથે વિહાર બાદ દીક્ષાનો નિર્ણય લીધો

મુમુક્ષુ યશ અને આયૂષીના પિતાએ કહ્યું કે, અમારા ગામના બધાના પરિવારમાં કોઈ ને કોઈએ દીક્ષા લીધી છે. આથી પહેલાં મેં મારી પુત્રી આયૂષીને દીક્ષા લેવા વાત કરી હતી. ધો. 10ની પરીક્ષા બાદ પરિવાર સાથે આયૂષી જ્યારે આચાર્ય યશોવર્મસૂરિ મહારાજના પ્રવચનમાં ગઈ તો તેને દીક્ષાનો વિચાર આવ્યો હતો. ત્યારબાદ આયૂષીનું ધ્યાન અભ્યાસમાં લાગતું નહતું. ધો. 12માં આયૂષીએ 75 ટકા પ્રાપ્ત કર્યા હતા. ત્યાર બાદ આયૂષીએ આચાર્ય યશોવર્મસૂરિના સાંનિધ્યમાં મહારાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ સ્થળે ચાર વર્ષ સુધી વિહાર કર્યો અને અંતે દીક્ષા ગ્રહણ કરવાનો નિર્ણય કર્યો હતો.

અંત સમયે કોઈ ભૌતિક ચીજ સાથે નથી જતી એ સમજાયું

દીક્ષાના નિર્ણય અંગે યશે કહ્યું હતું કે, પૈસા, ગાડી, ઘર, સુખ-સુવિધા કે વૈભવ કોઈ પણ ચીજ અંતિમ સમયે સાથે નથી આવતી. આપણા કર્મ જ આપણો આગળનો ભવ નક્કી કરે છે. જેમણે સંસારની મોહમાયાને સમજી લીધી હોય તે જ સંયમના માર્ગે ચાલી શકે છે. મુમુક્ષુ આયૂષીએ કહ્યું હતું કે, વિહાર કરતી વખતે મેં આ સંસારની તમામ ભૌતિક સુખ-સગવડોનો ત્યાગ કરી સંયમ જીવન પસાર કર્યું હતું. આથી આ ભક્તિના માર્ગે ચાલવા માટે હું પ્રેરિત થઈ છું.
X
દીક્ષા લેનાર યશ અને આયૂષીદીક્ષા લેનાર યશ અને આયૂષી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી