સુરતઃ ડાઈઝ બનાવતી કંપનીમાં ઓઈલ ટેન્કમાં પ્રચંડ બ્લાસ્ટ થતા ત્રણ કારીગર દાઝ્યા

બ્લાસ્ટના કારણે લોકો દોડી આવ્યા
બ્લાસ્ટના કારણે લોકો દોડી આવ્યા

DivyaBhaskar.com

Sep 12, 2018, 06:27 PM IST

સુરતઃ પાંડેસરા વિસ્તારમાં આવેલી ડાઈઝ બનાવતી કંપનીમાં વહેલી સવારે ઓઈલ ટેન્કમાં પ્રચંડ બ્લાસ્ટ થતાની સાથે જ ત્રણ જેટલા કારીગરોગંભીર રીતે દાઝી ગયા હતા. ત્રણેયને તાત્કાલિક સુરતની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જોકે, ગંભીર ઘટના છતાં પોલીસ અથવા ફાયર વિભાગને આ બાબતની જાણ કરવામાં આવી ન હતી. ઇજાગ્રસ્તોમાં ત્રણ પૈકીના એક કારીગરોની હાલત સુધારા પર છે,જ્યારે અન્ય બે ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.ત્રણ ગંભીર રીતે દાઝી ગયા

પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી નોવા ડાઈઝ ઇન્ડસ્ટ્રીયલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં વહેલી સવારે આઠ વાગ્યાના અરસામાં પ્રચંડ બલાસ્ટની આ ઘટના બનવા પામી હતી. ડાઈઝ અને ઇન્ટરમીડિયેટ્સ ડાઈઝનું ઉત્પાદન કરતી નોવા કંપનીના માલિકો દ્વારા પોલીસ અથવા ફાયર વિભાગને જાણ કરવામાં આવી ન હતી.જ્યારે ઈજાગ્રસ્ત ત્રણ કારીગરોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જે પૈકી એકની હાલત સુધારા પર છે ,જ્યારે અન્ય બે કારીગરોની હાલત અતિગંભીર હોવાનું જાણવા મળે છે.

બ્લાસ્ટના કારણે લોકો દોડી આવ્યા

કંપનીમાં થયેલો બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે,આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.જ્યારે ઘટનાને લઈ આજુબાજુ મિલ માલિકોમાં પણ ભયનો માહોલ ઉભો થયો હતો. સમગ્ર મામલાને રફેદફે કરવાનો પ્રયાસ પણ કંપની દ્વારા કરાયો હતો.


બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા

પરમનાથ રામશ્યામુ નિશાદ
લાલબહાદુર સુરજભાન નામદેવ
ઘનશ્યામ દોલત ઠાકરે

X
બ્લાસ્ટના કારણે લોકો દોડી આવ્યાબ્લાસ્ટના કારણે લોકો દોડી આવ્યા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી