અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે સુરતમાં રેલી, સ્વાભિમાન યાત્રા પોલીસે રોકી

DivyaBhaskar.com

Dec 06, 2018, 12:34 PM IST
સ્વાભિમાન યાત્રા પોલીસે અટકાવતા ઘર્ષણ સર્જાયું
સ્વાભિમાન યાત્રા પોલીસે અટકાવતા ઘર્ષણ સર્જાયું

* રેલીના કાર્યક્રમ બાદ ઘરેઘરથી રામમંદિર માટે ઈંટ ઉઘરાવાશે


* યાત્રામાં રામભક્તો મોટી સંખ્યામાં જોડાયા

સુરતઃ
અખિલ ભારતીય હિન્દુ યુવા મોર્ચા દ્વારા અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે હિન્દુ સ્વાભિમાન યાત્રાનું આયોજન કર્યું છે. જેમાં મોટી સંખ્યામાં રામભક્તો જોડાયા છે. જોકે, પાંડેસરા ખાતે પોલીસે આ યાત્રાને અટકાવી હતી. રામમંદિર નિર્માણના ધ્યેય સાથે નીકળનારી આ રેલીને સ્વાભિમાન યાત્રા નામ અપાયું છે. આ રેલી દેશના 135 જિલ્લામાં ફરશે.

પોલીસે યાત્રાને અટકાવી

વેસુના ફોર પોઇન્ટ એપાર્ટમેન્ટથી નીકળીને પાંડેસરા ખાતે પહોંચી હતી. પોલીસ દ્વારા યાત્રાને અટકાવવામાં આવતા ઘર્ષણ સર્જાયું હતું. ત્યારબાદ અખિલ ભારતીય હિન્દુ યુવા મોર્ચાના આગેવાનોએ મામલો થાળે પાડ્યો હતો. ત્યારબાદ સ્વાભિમાન યાત્રા રાબેતા મુજબ ચાલી હતી. અને સગરામપુરાના ક્ષેત્રપાળ મહાદેવ મંદિર તરફ પ્રયાણ કર્યું હતું.
X
સ્વાભિમાન યાત્રા પોલીસે અટકાવતા ઘર્ષણ સર્જાયુંસ્વાભિમાન યાત્રા પોલીસે અટકાવતા ઘર્ષણ સર્જાયું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી