નોટિસ / SVNITમાં ચાલી રહેલા વિવાદમાં ઇન્ચાર્જ રજીસ્ટ્રાર પણ ભરવાય તેવી શક્યતા

SVNIT Issue Of Grant After Regignation And Noew registrar Also Change

  • ફેકલ્ટીના ઇન્ટરવ્યુમાં વહાલા દવલાની નિતીની ફરિયાદ
  • ડે.ઇન્ચાર્જ રજીસ્ટ્રારની સાથે ઇન્ચાર્જ રજીસ્ટ્રારને પણ શોકોઝ

DivyaBhaskar.com

Apr 17, 2019, 07:39 PM IST

સુરતઃSVNITમાં છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલી ગોબાચારી સપાટી પર આવતા સત્તાઘીશો દોડતાં થઇ ગયા છે. હાલમાંજ ઓડિટમાં લાલિયાવાડી કરવાના આરોપસર ડેપ્યુટી રજીસ્ટ્રારને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.ત્યારે રજા પરથી હાજર થયેલા ઇન્ચાર્જ રજીસ્ટ્રાર પર પણ તવાઈ આવે તેવી શક્યતા દેખાઇ રહી છે.

ગ્રાન્ટ મેળવવામાં નિષ્ફળ રહ્યાં

વિદ્યાર્થીઓના હક ની રૂ.200 કરોડની ગ્રાન્ટ મેળવવામાં છેલ્લા બે વર્ષથી નિષ્ફળ રહેલી SVNIT સામે માનવ સંસાધન વિકાસ મંત્રાલયએ લાલ આંખ કરતા સંસ્થાના સત્તાધીશો હરકતમાં આવ્યા છે. ખાસ કરીને છેલ્લા આઠ વર્ષથી ઓડિટ ની કામગીરી યોગ્ય રીતે નહીં કરવા ઉપરાંત હિસાબી વહીવટ માં ચાલતી ગેરરીતિના અંગે એમએચઆરડી સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. ઉપરાંત સુરતની મુલાકાતે આવેલા એમએચઆરડીના મંત્રી સત્યપાલ સિંધ સમક્ષ સત્તાધીશોએ હાલમાં લેવાયેલા ઇન્ટરવ્યુમાં પણ વહાલા દવલાં નિતી અપનાવી યોગ્ય ઉમેદવારોને અન્યાય કરીને પોતાના માનીતાને બેસાડી દેવમાં આવ્યા છે. આ ફરિયાદ બાદ એસવીએનઆઇટીનો મામલો ગરમાયો છે. પ્રાથમિક તપાસ બાદ સંસ્થાના ડાયરેક્ટર ગાંધીએ ડે.ઇન્ચાર્જ રજીસ્ટ્રાર પતિજ શાહ અને ઇન્ચાર્જ રજીસ્ટ્રાર ડી.પી.વખારીયાને કારણદર્શક નોટીસ આપી હતી. આ નોટીસનો યોગ્ય જવાબ નહીં મળ્યો હોવાનું જણાવીને મંગળવારે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ડો. વખારીયા બિમાર હોવાના કારણે રજા પર હતા જેથી તેમણે પોતાનો જવાબ રજુ કર્યો નથી. હાલમાં તેઓ હાજર થયા હોવાથી હવે તેમના જવાબ બાદ સંસ્થા શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.

X
SVNIT Issue Of Grant After Regignation And Noew registrar Also Change
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી