સ્ટડી / સુરતી યુવાને PM પર Ph.d કર્યું, મોદીએ કહ્યું હતું, 'કોઈપણ પ્રભાવમાં આવ્યા વિના અભ્યાસ કરો'

DivyaBhaskar.com | Updated - Mar 15, 2019, 12:23 PM
નરેન્દ્ર મોદી પર પીએચડી કરનાર યુવાન મેહુલ ચોક્સી
નરેન્દ્ર મોદી પર પીએચડી કરનાર યુવાન મેહુલ ચોક્સી
X
નરેન્દ્ર મોદી પર પીએચડી કરનાર યુવાન મેહુલ ચોક્સીનરેન્દ્ર મોદી પર પીએચડી કરનાર યુવાન મેહુલ ચોક્સી

મોદીએ તથ્યો બહાર લાવવા જણાવ્યું હતું
આઠ વર્ષ પીએમ મોદી પર અભ્યાસ કર્યો

સુરતઃ પીએમ નરેન્દ્ર મોદીની કામગીરી પર રિસર્ચ કરનાર સુરતના યુવાન વકીલ મેહુલ ચોક્સીએ તૈયાર કરેલા મહાનિબંધને સ્વીકારીને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પીએચડીની ડિગ્રી એનાયત કરી છે. પીએચડીના અભ્યાસ દરમિયાન મેહુલની નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થઈ હતી. જેમાં મોદીએ મેહુલને કહ્યું હતું કે, કોઈપણ પ્રભાવમાં આવ્યા વગર અભ્યાસ કરો.

121 પેઈઝનો થીસીસ બનાવ્યો
1.સુરતના યુવાન વકીલ મેહુલ ચોક્સીએ 19મી એપ્રિલ 2010ના રોજ લિડરશીપ ઈન ગવર્નન્સઃ કેસ સ્ટ્ડી ઓફ નેરેન્દ્ર મોદી પર સંશોધન કાર્ય શરૂ કર્યું હતું. યુનિવર્સિટીના એમપીએ ડિપાર્ટમેન્ટના એસોસીએટ પ્રોફેસર ડો.નિલેશ જોશી તેમના પીએચડીગાઇડ હતા. મેહુલે નરેન્દ્ર મોદીની સરકારી સિસ્ટમમાં પોલિટીકલ લિડરની ભૂમિકા, યોજનાઓનું અમલીકરણ, ખાનગી લોકો સાથે લોકભાગીદારી વગેરે જેવા મુદ્દાઓને સાંકળી લઇને 121 પેઈઝનો થીસીસ તૈયાર કરી છે. 
બે ગ્રુપમાં અભ્યાસ કર્યો
2.મેહુલે પીએમ નરેન્દ્ર મોદી પર બે ગ્રુપમાં અભ્યાસ કર્યો છે. જેમાં એ ગ્રુપમાં સરકારી અધિકારી, ખેડૂત, વિદ્યાર્થી, રાજકિય આગેવાનો, આઈએએસ, આઈપીએસ ઓફિસરને પ્રશ્નોતરી હતી. જ્યારે બી ગ્રુપમાં પીએમને લગતા પ્રશ્નો હતા. ગુણાત્મક તરાણને લઈને એ ગ્રુપમાં 32 અને બી ગ્રુપમાં 35 પ્રશ્નો હતા. અભ્યાસ માટે બે વર્ષ આખા ગુજરાતનો પ્રવાસ કર્યો હતો. અને 450 સહિતના સેમ્પલ તૈયાર કર્યા હતા. એ ગ્રુપમાં 18થી 70 વર્ષનાનો સમાવેશ થતો હતો. જેમાં 60-65 ટકા લોકોએ મોદીની લિડરશીપ અને લોકભાગીદારી સહિતના મુદ્દાઓને સ્વિકાર્યા હતા. 
લોકોનો અભ્યાસ કરીને યોજનાઓ લાવ્યા
3.નેરેન્દ્ર મોદી પર પીએચડી કરનાર મેહુલ ચોક્સીએ જણાવ્યું હતું કે, એમએ પોલીટિકલ સાયન્સમાં અભ્યાસ દરમિયાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અંગે જાણવાની રૂચી પેદા થઈ હતી. જેથી 2002 અને 2007ની ચૂંટણીમાં કેવી રીતે વિજય મેળવ્યો તે અંગે જાણ્યું હતું. જેમાં જાણવા મળ્યું કે, નરેન્દ્ર મોદી જ એક એવા લિડર છે જેણે લોકોનો અભ્યાસ કરીને યોજનાઓ લાવ્યા છે. પીએચડીમાં જ્યોતિગ્રામ યોજાન, ઈ ગ્રામ, વિશ્વ ગ્રામ યોજના સહિતની યોજનાઓ પર વધુ કામ કર્યું છે. 2010માં અભ્યાસ ચાલું કર્યો હતો. દરમિયાન 2011માં મોદીની મુલાકાત થઈ હતી. અને તેમના પર પીએચડી કરતા હોવાની વાતચિત થઈ હતી. દરમિયાન મોદીએ જણાવ્યું હતું કે, કોઈપણ પ્રકારના પ્રભાવ વિના અભિયાસ કરો અને તથ્યો બહાર લાવવાનો પ્રયાસ કરો. છેલ્લા આઠ વર્ષથી અભ્યાસ કરી રહ્યો હતો. ત્યારબાદ યુનિવર્સિટીમાં 121 પેઈઝનો અભ્યાસ જમા કરાવ્યો હતો. દરમિયાન બે દિવસ પહેલાં યુનિવર્સિટીએ પીએચડી થયાનું નોટીફિકેશન આપ્યું છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App