દુષ્કર્મ / સુરતમાં કિશોરી સાથે લગ્ન કરવાની લાલચ આપીને દુષ્કર્મ ગુજારી એબોર્શન કરાયું

Sunil Paladiya

Dec 07, 2018, 05:13 PM IST
કિશોરી ગર્ભવતી થઈ તો કિશોરીના પરિવારની જાણ બહાર તેનું એબોર્શન કરી દેવાયુ (પ્રતિકાત્મક તસવીર)
કિશોરી ગર્ભવતી થઈ તો કિશોરીના પરિવારની જાણ બહાર તેનું એબોર્શન કરી દેવાયુ (પ્રતિકાત્મક તસવીર)

* બળાત્કાર ગુજારનારા આરોપીની પત્ની અને સાળી કિશોરીને એબોર્શન માટે લઈ ગઈ
* પોલીસે આરોપીને ઝડપી લઈ કાર્યવાહી શરૂ કરી

સુરતઃ ભેસ્તાન આવાસમાં રહેતી 17 વર્ષિય કિશોરી સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો છે.કિશોરી જેના ત્યાં કામ કરવા માટે જતી હતી તે જ યુવકે કિશોરી સાથે લગ્ન કરવાની લાલચ આપીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. કિશોરી ગર્ભવતી થઈ તો તેનું ગેરકાયદેસર રીતે એબોર્શન કરી દેવાયું છે. કિશોરીના પરિવારને જાણ કર્યા વગર એબોર્શન કરી દેવાયું. એબોર્શન કરવવા માટે બળાત્કાર ગુજારનારની પત્ની અને સાળી કિશોરીને લાલ દરવાજા વિસ્તારની હોસ્પિટલમાં લઈ ગયા હતા.

- કિશોરીના ત્રણ મહિનાના ગર્ભનું એબોર્શન કરાવી દીધું
- કિશોરીએ હોસ્પિટલથી માતાને ફોન કરી હકીકત જણાવી
- એબોર્શન બાદ મુમતાઝની માતા ઐયુબને કહેવા ગઈ મુમતાઝને મારી નાખવાની ધમકી આપી
- એબોર્શનના 6 મહિના પછી પરિવાર અને સમાજનો લોકોના સમજાવ્યા બાદ ફરિયાદ નોંધાવી

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ભેસ્તાન આવાસમાં એક પરિવાર રહે છે. પરિવારની 17 વર્ષિય મુમતાઝ( નામ બદલ્યું છે) ભેસ્તાન આવાસમાં જ આરોપી ઐયૂબ શેખ(રહે. બિલ્ડિંગ નંબર સી-61, રૂમ નંબર 5) ના ઘરે ખાવાનું બનાવવા જાય છે. દોઢેક વર્ષ પહેલા ઐયુબે મુમતાઝ સાથે લગ્ન કરવાની વાત કરીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. પરણેલો હોવા છતા ઐયુબ કહેતો કે તે તેની પત્નીને તલાક આપી દેશે.

X
કિશોરી ગર્ભવતી થઈ તો કિશોરીના પરિવારની જાણ બહાર તેનું એબોર્શન કરી દેવાયુ (પ્રતિકાત્મક તસવીર)કિશોરી ગર્ભવતી થઈ તો કિશોરીના પરિવારની જાણ બહાર તેનું એબોર્શન કરી દેવાયુ (પ્રતિકાત્મક તસવીર)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી