સુરતના ઉધના રેલવે સ્ટેશન સામે જર્જરીત કોમ્પલેક્ષનો સ્લેબ તૂટી પડ્તાં ત્રણ લોકોને ઈજા

પાંચેક દુકાનો પર સ્લેબનો ભાગ તૂટી પડતાં દુકાનમાં પડેલા કાટમાળથી ઈજાગ્રસ્ત થયેલાને હોસ્પિટલ ખસેડાયા
પાંચેક દુકાનો પર સ્લેબનો ભાગ તૂટી પડતાં દુકાનમાં પડેલા કાટમાળથી ઈજાગ્રસ્ત થયેલાને હોસ્પિટલ ખસેડાયા

DivyaBhaskar.com

Nov 10, 2018, 06:40 PM IST

સુરતઃ ઉધના રેલવે સ્ટેશન પર આવેલા ઉધના જીરો નંબર પર આવેલી શાહ માર્કેટનો સ્લેબ તૂટી પડ્યો હતો. સ્લેબ તૂટીને સીધો દુકાનોના પતરા ચીરતો નીચે પડતાં એક બાળક સહિત ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયાં હતાં. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.

35 વર્ષ જૂની ઈમારતનો સ્લેબ તૂટ્યો

ઉધના જીરો નંબર પર આવેલા શાહ કોમ્પલેક્સનો સ્લેબ (છજૂ) તૂટી પડ્યું હતું. 35 વર્ષ જૂના ઈમારતનો સ્લેબ ધડાકાભેર તૂટી પડ્તાં નીચે આવેલી નવ દુકાનમાંથી પાંચ-છ દુકાનો પર સ્લેબનો કાટમાળ પડ્યો હતો. જેથી દુકાનમાં હાજર માલિક અને અન્ય ગ્રાહકોને ઈજા પહોંચી હતી.દબાયેલા લોકોને સ્થાનિક લોકોએ બહાર કાઢ્યાં હતાં. જેમાં એક નાના બાળક અને એક વડીલને પણ ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

અગાઉ અપાઈ હતી નોટિસ

ઉપર રેસિડન્ટ અને નીચે નવેક જેટલી દુકાન ધરાવતાં કોમ્પલેક્સ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, અગાઉ ડિમોલેશનની નોટિસ આપવામાં આવી હતી. દુર્ઘટના બાદ ઘટના સ્થળે પહોંચેલા ફાયરબ્રિગેડના જવાનોએ નોટિસ આપીને તમામને તાત્કાલિક દુકાનો ખાલી કરાવી હતી. સાથે જ કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

X
પાંચેક દુકાનો પર સ્લેબનો ભાગ તૂટી પડતાં દુકાનમાં પડેલા કાટમાળથી ઈજાગ્રસ્ત થયેલાને હોસ્પિટલ ખસેડાયાપાંચેક દુકાનો પર સ્લેબનો ભાગ તૂટી પડતાં દુકાનમાં પડેલા કાટમાળથી ઈજાગ્રસ્ત થયેલાને હોસ્પિટલ ખસેડાયા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી