ફરિયાદ / સુરતમાં સ્વામિનારાયણ ગુરૂકુળમાં સ્વામી દ્વારા વિદ્યાર્થી સાથે શારીરિક અડપલાં

Surat swaminarayan gurukul swami bad behavior with student in surat

  • ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે શારીરિક અડપલાં કરવામાં આવ્યા
  • કતારગામ પોલીસ સ્ટેશનમાં પોલીસે પોસ્કોની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે

DivyaBhaskar.com

Apr 16, 2019, 07:48 PM IST

સુરતઃ સ્વામિનારાયણ ગુરૂકુળ વિદ્યાલયનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ગુરૂકુળ વિદ્યાલયના એક વિદ્યાર્થી સાથે સ્વામી દ્વારા શારીરિક અડપલાં કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. 14 વર્ષના અને ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ઘરે આવી આપવીતી જણાવતા આખો મામલો બહાર આવ્યો છે. વિદ્યાર્થીના વાલી કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે પોસ્કોની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ વધુ તપાસ ચાલી રહી છે.

(તસવીર પ્રતિકાત્મક માત્ર પ્રસ્તુતિકરણ )

X
Surat swaminarayan gurukul swami bad behavior with student in surat
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી