સુરતઃ રાંદેર ચિલ્ડ્રન હોમમાંથી 4 કિશોરી ભાગી, 3 ઝડપાઈ, 1 ફરાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાંદેર ચિલ્ડ્રન હોમના વોર્ડન પૂર્વીબેને કિશોરીઓના ભાગવા અંગે સાધી ચુપકીદી - Divya Bhaskar
રાંદેર ચિલ્ડ્રન હોમના વોર્ડન પૂર્વીબેને કિશોરીઓના ભાગવા અંગે સાધી ચુપકીદી

સુરતઃ રાંદેર રામનગર વિસ્તારમાં આવેલા બાળકીઓ માટેના ચિલ્ડ્રન હોમમાંથી ચાર બાળકીઓ સોમવારે સાંજે ચારેક વાગ્યાની આસપાસ ફરાર થઈ ગઈ હતી. જેની જાણ ચિલ્ડ્રન હોમ દ્વારા પોલીસને કરાઈ નહોતી. કિશોરીઓ રેલવે સ્ટેશને શંકાસ્પદ રીતે ફરતી હોવાથી આરપીએફ દ્વારા પૂછપરછ કરાઈ હતી. જેમાં તેઓ ચિલ્ડ્રન હોમમાં ત્રાસના કારણે ભાગી હોવાનું કહ્યું હતું. બાદમાં ત્રણેયને ફરી ચિલ્ડ્રન હોમમાં મુકાઈ હતી. જો કે હજુ એક કિશોરી ફરાર છે.
 

અગાઉ પણ ભાગી હતી કિશોરીઓ
 
રાંદેરના રામનગર વિસ્તારમાં આવેલા ચિલ્ડ્રન હોમમાંથી 4 કિશોરીઓ ફરાર થઈ હતી. જેમાંથી 3 કિશોરીએ સુરત રેલવે સ્ટેશનના આરપીએફ જવાન લક્ષ્મણભાઈની નજરે પડતાં તેમની આકરી પુછપરછ કરતાં કિશોરીઓએ સ્વિકાર્યું હતું કે, તેણીઓ ભાગીને આવી છે. ત્યારબાદ રાંદેર પોલીસને જાણ કરીને સોંપણી કરાઈ હતી. જો કે એક કિશોરી ગુમ હોવાથી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આ સમગ્ર મુદ્દે વોર્ડન પૂર્વીબેને ચુપકીદી સેવી હતી. મહત્વપૂર્ણ છે કે, છ મહિના અગાઉ પણ આ ચિલ્ડ્રન હોમમાંથી 2 કિશોરીઓ ભાગી ગઈ હતી. જેમાંથી એક હજુ પણ મળી આવી નથી.
 

આગળની સ્લાઈ્ડસમાં જુઓ વધુ તસવીર

અન્ય સમાચારો પણ છે...