દુષ્કર્મ / સુરત સિવિલમાં પેટના દુઃખાવા સાથે આવેલી કિશોરી સાથે મકાન માલિકે બદકામ કર્યાનું જણાવ્યું

DivyaBhaskar.com | Updated - Mar 15, 2019, 03:57 PM
Surat Pandesara Area House Holder Do Bad Work With 13 Year Old Girl And Give Threat
X
Surat Pandesara Area House Holder Do Bad Work With 13 Year Old Girl And Give Threat

  • મકાન માલિક અને દીકરાએ દુષ્કર્મ કર્યુ
  • પોલીસે ફરિયાદ ન લીધાનો આક્ષેપ

સુરતઃસિવિલ હોસ્પિટલમાં પેટના દુઃખાવાની ફરિયાદ સાથે આવેલી કિશોરીએ પોતાની સાથે મકાન માલિક અને તેના દીકરાએ દુષ્કર્મ ગુજાર્યાનો ઘટસ્ફોટક કર્યો હતો.સાથે જ પોલીસ પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે,પાંડેસરા પોલીસ પાસે ફરિયાદ લઈને ગયેલી માં- દીકરીને ડરાવી ધમકાવી કાઢી મૂકાયાં હતાં. અને પાંચેક દિવસ લોકઅપમાં રાખી છોડી મુક્યા હતાં. ગત જાન્યુઆરીમાં મકાન માલિક અને તેના દીકરાએ દુષ્કર્મ ગુજાર્યા બાદ આ વાત જો કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ પીડિત કિશોરીની માતાએ જણાવ્યું હતું. 

અઢી મહિના પહેલા દુષ્કર્મ થયું
1.પીડિત કિશોરીની માતાએ જણાવ્યું હતું કે, અઢી મહિના પહેલા તેની દીકરી ઘરમાં એકલી હોવાની જાણ થયા બાદ પાડોશી મકાન માલિક અને તેના દીકરાએ તેની દીકરી પર દુષ્કર્મ ગુજાર્યું હતું.તેમની ગેરહાજરીમાં બનેલી આ ઘટના બાદ તેઓ કામ પરથી ઘરે આવ્યા ત્યારે દીકરીએ તમામ વાત કરી કરી હતી. આ બાબતે તેઓ પાડોશી મકાન માલિકને પૂછવા ગયા તો માર મારી મોઢું બંધ રાખવાનું કહેવા આવ્યું હતું. જો કોઈને પણ વાત કરી તો મારી નાખવાની ધમકી આપી હતી.બાદમાં તેઓ પીડિત દીકરી સાથે પોલીસ સ્ટેશન ગયા તો ત્યાંથી પણ કાઢી મુકાયાં હતાં. તમારી દીકરીના લગ્ન ન થાય, સમાજમાં બદનામી થશે એવા મુદ્દે ડરાવી ફરિયાદ કરવા ન દીધી હતી. ઘરે ગયા તો મકાન માલિકે ઘર બહાર નીકળવાનું મુશ્કેલ કરી દીધું હતું. ત્યાંથી ભાગી એ બીજે રહેવા ગયા તો દીકરીને પેટમાં દુઃખવાની ફરિયાદ શરૂ થઈ ગઈ હતી. આજે સિવિલ આવ્યા તો ફરી પોલીસ યાદી સાથે આવવા જણાવવા આવ્યું હતું. બસ હવે પોલીસ કમિશનર કચેરીએથી જ ન્યાય મળે તેવી શક્યતાઓ પીડિત કિશોરીની માતાએ વ્યક્ત કરી હતી.
પોલીસ કમિશનરને રજૂઆત કરાશે
2.શૈલેષભાઇ (એડવોકેટ)એ જણાવ્યું હતું કે, 12 જાન્યુઆરીના રોજ પાંડેસરામાં 13 વર્ષની કિશોરી ઘરમાં એકલી હતી. ત્યારે અચાનક બાજુમાં રહેતા મકાન માલિક બંસીલાલ અને તેનો દીકરો સત્યમ કિશોરીના ઘરનો દરવાજો ખખડાવી દરવાજો ખોલવા દબાણ કરે છે. કિશોરી દરવાજો ન ખોલતા પિતા-પુત્ર ધાબા પરથી રૂમમાં પ્રવેશ કરી કિશોરી સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ કરે છે. ત્યારબાદ ઘટના સ્થળેથી ભાગી જાય છે. આ બાબતે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ન્યાય માટે ગયેલી પીડિત કિશોરી અને તેની માતા ને પોલીસ ડરાવી ધમકાવી કાઢી મૂકે છે. જેના બે-અઢી મહિના બાદ કિશોરીને પેટમાં દુઃખાવો ઉપાડતા સિવિલ લવાય છે. જ્યાં પણ કિશોરી સાથે થયેલા અત્યાચાર બાદ તબીબી સારવાર પહેલા મહિલા પોલીસ સાથે આવવા તબીબો કહે છે. જેને લઈ પીડિત કિશોરી અને તેની માતા સાથે પોલીસ કમિશનરને રજુઆત કરવાની નોબત આવો છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App