સુરતઃ ઓલપાડ તાલુકાના કીમ ગામમાં પતિ પત્નીના મોતને લઈને ચકચાર મચી હતી. પત્નીનું ગળું દબાવી હત્યા કર્યા બાદ પતિ પણ પંખા સાથે લટકી જઈ આપઘાત કર્યો હતો. જેની જાણ પોલીસને થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પતિ પત્નીના મોતથી મચી ચકચાર
કીમ ખાતે આવેલા હિરા પન્ના સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા વલ્લભ દાનજી પરમાર માહ્યાવંશી (ઉ.વ.આ.55) મૂળ રહે સમલીગામ પરમાર ફળીયું તા.હાંસોટ જી ભરૂચનાએ તેમની પત્ની મીનાનું ગળું દબાવી હત્યા કરી હતી. ત્યારબાદ પોતે પણ પંખા સાથે લટકી ગયો હતો. જેની જાણ આસપાસના રહેવાસીઓને થતાં તેમણે પોલીસને જાણ કરી હતી. જેથી ઘટના સ્થળે પહોંચેલી પોલીસે પલંગ પરથી મીનાનો મૃતદેહ અને પંખા સાથે દોરીથી વડે ફાંસો ખાઈ લટકતી હાલતમાં વલ્લભનો મૃતદેહ મળી આવ્યો હતો. બન્નેએ શા માટે હત્યા અને આત્મહત્યા કરી તે અંગે કોઈ કારણ મળી આવ્યું નથી. પોલીસે બન્નેના મૃતદેહ પીએમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.