ફરિયાદ / નવસારી સાંસદે સોશિયલ મીડિયામાં આર્મીના ફોટોનો ઉપયોગ કરી આચારસંહિતા ભંગ કર્યાની ફરીયાદ

DivyaBhaskar.com | Updated - Mar 16, 2019, 02:41 PM
Surat Municipal Corporator Give Application Against Navsari MP For Post Of Social Media
X
Surat Municipal Corporator Give Application Against Navsari MP For Post Of Social Media

  • કોર્પોરેટરે ચૂંટણી પંચમાં ફરીયાદ કરી
  • નવસારી સાંસદ વિરુધ્ધ ફરીયાદ કરી

સુરતઃકોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ નવસારી લોકસભાના સાંસદ સીઆર પાટીલ દ્વારા ચૂંટણીમાં આચારસંહિતા ભંગ કરી હોવાની ફરિયાદ કરી છે. ફરિયાદ અનુસાર 15મી માર્ચના રોજ સાંસદે સોશિયલ મીડિયાના ફેસબુક પ્લેટ ફોર્મ ગુજરાતીમાં આપણી સેના હવે બનશે વધારે મજબૂતના ટેગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા સૈનિક અને મિસાઈલનો ફોટોનો ઉપયોગ કર્યો છે. સાથે જ લખ્યું છએ કે યુધ્ધ મેં ટેંક કા કાલ બનેગી ડીઆરડીઓ દ્વારા વિકસી મૈન પોર્ટેબલ એન્ટી ટેંક.

નિષ્પક્ષ તપાસની માંગ
1.અસલમ સાયકલવાલાએ નવસારી સાંસદ સી આર પાટીલ સામે આ પોસ્ટને આચારસંહિતાનો ભંગ ગણાવી છે અને નિષ્પક્ષ તપાસની માંગ કરી સાંસદ વિરુધ્ધ ચૂંટણી પંચ કડક કાર્યવાહી કરે તેવી અરજી કરી છે. આ ફરિયાદ તેમણે કલેક્ટરને વોટસ અને ટેક્સ મેસેજ અને મેઈલ દ્વારા કરી છે. 
મને લાગુ ન પડેઃપાટીલ
2.મને આવી આચારસંહિતા ભંગના ફરિયાદની કોઈ જાણ નથી. હું અત્યારે ઉમેદવાર નથી એટલે આ ફરિયાદ મને લાગુ નહિ પડે.ફરિયાદ કરનારે અંગત સ્વાર્થ માટે ફરિયાદ કરી હોય એવું લાગે છે: સી.આર.પાટીલ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App