પ્રેમ લગ્ન કરનાર જમાઈને સાસુએ ગુપ્તાંગ અને ગળું દબાવી મારી નાખવાની આપી ધમકી

ઈજાગ્રસ્ત જમાઈ પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસ આશ્ચર્યમાં મુકાયા બાદ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો

DivyaBhaskar.com | Updated - Oct 11, 2018, 05:59 PM
ઈજાગ્રસ્ત જમાઈ પોલીસ સ્ટેશન પ
ઈજાગ્રસ્ત જમાઈ પોલીસ સ્ટેશન પ

સુરતઃ ઉધના વિસ્તારમાં એક સાસુએ પોતાની દીકરી સાથે પ્રેમલગ્ન કરનાર જમાઈને ગુપ્તાંગ અને ગળું દબાવી મારી નાખવાની ધમકી આપી હતી.જેથી જમાઈ ફરિયાદ કરવા માટે ઉધના પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ હતી. બાદમાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ભાગીને કર્યા હતાં પ્રેમલગ્ન

ઉધના બીઆરસી નજીક આવેલા પ્રભુનગરમાં રહેતા અને બોબીન ભરવાનું કામ કરતો મૂળ યુપીનો વતની સૌરભ ગંગાચરણ શંખવાડએ અશ્વિની નામની મરાઠી યુવતી સાથે ભાગીને પ્રેમલગ્ન કર્યાં હતાં. બાદમાં પોલીસ ફરિયાદ થતાં સૌરભની પોલીસે ધરપકડ કરી હતી. જો કે, બાદમાં તેને જામીન પર છોડાવીને લગ્ન કરાવી દેવામાં આવ્યાં હતાં. અને આ દરમિયાન 3 માસનો ગર્ભ હોવાનું કહેતા સૌરભે ઉમેર્યું હતું કે, આ ગર્ભને સાસુ રંભા અને સુરેશ વાનખેડેએ પડાવી નાખ્યો હતો.

પત્નીનું લફરૂ પકડાયા બાદ સાસુએ આપી ધમકી

સૌરભે જણાવ્યું હતું કે, તેની પત્નીને અન્ય સાથે લફરૂં હતું. અને તેણીને વારંવાર રંગેહાથ ઝડપી હતી. જેથી સાસુએ ધમકી આપી હતી કે, જો કોઈને વાત કરીશ તો તારા જામીન રદ્દ કરાવી ફરી જેલમાં પુરાવી દઈશ. મજબૂર સૌરભ ચૂપચાપ રહ્યો હતો. બે મહિનાથી પત્ની તેની માતાના ઘરે પિયરમાં જતી રહી હતી. જેથી ગુરૂવારે બપોરે ચૌટાપૂલ લઈ જવાની જીદ પકડીને સૌરભને બોલાવ્યો હતો.બાદમાં માતાના હાથે લાત અને મુક્કાથી માર માર્યો હતો. ગુપ્તાંગ અને ગળાના ભાગે ઈજાઓ સાથે સૌરભ ઉધના પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બાદમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.

X
ઈજાગ્રસ્ત જમાઈ પોલીસ સ્ટેશન પઈજાગ્રસ્ત જમાઈ પોલીસ સ્ટેશન પ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App