અથડામણ / સુરતમાં દાપુ ઉઘરાવવામાં કિન્નરો વચ્ચે જૂથ અથડામણમાં બેને જાહેરમાં મરાયો માર

લિંબાયત વિસ્તારમાં રિક્ષામાં આવેલા હુમલાખોરો હુમલો કરી નાસી ગયા

DivyaBhaskar.com | Updated - Dec 08, 2018, 07:17 PM

* હુમલાખોર કિન્નરોએ રિક્ષાના કાચ તોડી નાખ્યાં
* દાપુ (શુકનની ઉઘરાણી) કરવા જતાં કિન્નરો પર અન્ય કિન્નરોનો હુમલો

સુરતઃ લિંબાયત વિસ્તારમાં મેટ્રો પ્રિયંકા નજીક કિન્નરો વચ્ચે જૂથ અથડામણમાં બબાલ સર્જાઈ હતી. દાપુ ઉઘરાવવા નીકળેલા કિન્નરો પર અન્ય જૂથે જાહેરમાં હુમલો કરાવતાં બે કિન્નર ઈજાગ્રસ્ત થયાં હતાં. જેમને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાંઆવ્યાં હતાં. સાથે જ કિન્નરો લિંબાયત પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા પહોંચ્યા હતાં.

- ઈજાગ્રસ્ત છટૂંકુંવર રાણીકુંવર, ગંગાકુંવર રાણીકુંવરને તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડાયા
- બાઈક અને ઓટો રિક્ષામાં આવ્યા હતા હુમલાખોર કિન્નરો
- છ મહિના અગાઉ પિંકીકુંવર નામના કિન્નરની થઈ હતી હત્યા

સોપારી આપી હુમલો કરાયોઃ કિન્નર

કિન્નર સીતાએ જણાવ્યું હતું કે, ભૂરી નામના કિન્નરે સોહેલને સોપારી આપી હુમલો કરાવ્યો છે. પિંકીની હત્યામાં સામેલ કિન્નરોના ગ્રુપ દ્વારા જ આ હુમલો કરાવવામાં આવ્યો છે. સાથે જ તેમણે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આક્ષેપ કર્યા હતાં.

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App