નશો / સુરતના કતારગામ ઝોનમાં રાજાપાઠમાં કર્મચારીએ જમાવેલા અડિંગાનો વીડિયો ફરતો થયો

DivyaBhaskar.com | Updated - Jan 12, 2019, 02:46 PM
  X

  • કચેરીમાં જ કર્મચારી સૂઈ ગયો હતો
  • સવારમાં નશો કર્યો હોવાનું લોકોએ કહ્યું
  • ઓફિસે આવેલા લોકોએ ઉતાર્યો વીડિયો

  સુરતઃ મહાનગરપાલિકાની કતારગામ ઝોન ઓફિસમાં કર્મચારી રાજાપાઠમાં સૂઈ ગયા બાદ લોકોએ જગાડી ઉભો કર્યો હતો. કર્મચારી નશામાં હોય તે રીતનું વર્તન વીડિયોમાં કેદ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવતાં પાલિકાના અધિકારીઓએ દ્વારા વીડિયોની ચકાસણી કરીને પગલાં લેવામાં આવશે તેમ કહેવામાં આવ્યું છે. વીડિયોમાં કર્મચારી પોતે નશામાં ન હોવાનું પણ કહેતો જોવા મળે છે.

  વીડિયો મળતાં તપાસ આદરાઈ
  1.એડિશનલ સિટી ઈજનેર ધનસુખભાઈ પટેલેએ જણાવ્યું હતું કે, મને પણ આ ઘટનાની વીડિયો મારફતે ખબર પડી હતી. આકારણી વિભાગમાં કલાર્ક તરિકે આ કર્મચારી ફરજ બજાવે છે. જોકે ARO સહિતના ઉપરી અધિકારીઓ દોડી આવતા તેઓ ઝોનમાં મળ્યાં ન હતા. હાલ વાયરલ વીડિયોના આધારે તપાસ ચાલુ છે. અને સત્યતા ચકાસી યોગ્ય પગલાં ભરવામાં આવશે. 
  COMMENT

  Recommended

  પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
  Read In App