લીવ ઈન રિલેશન / સુરતમાં પરિણીત મહિલા-પુરૂષ મૈત્રી કરાર કરી નાસી જતાં સાક્ષીને માર મરાયો

DivyaBhaskar.com

Dec 06, 2018, 02:44 PM IST
ભાગી ગયેલી પરિણીત મહિલાના સંબંધીઓએ સાક્ષી યુવકને માર મારી આપી ધમકી
ભાગી ગયેલી પરિણીત મહિલાના સંબંધીઓએ સાક્ષી યુવકને માર મારી આપી ધમકી

* કતારગામમાં બે પરિણીત યુગલોએ ભાગીને મૈત્રી કરાર કરતાં સાક્ષી ફસાયો
* ભાગી જનારી પરિણીતા અગ્રણી હીરા ઉદ્યોગકારની સંબંધી હોવાની વાત
* ઘર છોડીને નાસી ગયા બાદ બન્નેએ પોતાના ઘરે મૈત્રી કરારના કાગળ મોકલ્યા

સુરતઃ કતારગામ વિસ્તારમાં બે પરિણીત મહિલા અને પુરૂષે મૈત્રી કરાર (લીવ ઈન રિલેશનશીપ)કરીને ઘરેથી નાસી ગયાં હતાં. 3જી ડિસેમ્બરના રોજ ભાગી ગયેલા આ પરિણીતોએ પોતાના ઘરે મૈત્રી કરારના ડોક્યુમેન્ટ મોકલતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. મૈત્રી કરારમાં સાક્ષી તરીકેની સહી કરનાર યુવકને પરિણીતાના સંબંધીઓએ ઝડપી લઈને માર મારતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો.

- ભાગી જનાર પરિણીત પ્રજાપતિ અને પરિણીતા પાટીદાર સમાજના છે
- બને એક વર્ષથી એક બીજા ના પ્રેમમાં હોવાનો કરારમાં ઉલ્લેખ
-જાતીય અને શારીરિક સંબંધ ભોગવવાના હક્કનો કરારમાં ઉલ્લેખ
-પતિ-પત્નીની જેમ રહેવાની બાંયધરીનો પણ કરારમાં ઉલ્લેખ
-બન્નેના એક બીજા ની મિલકતમાં કોઈ હક ના રહે તેનો પણ ઉલ્લેખ
- બે મહિના પહેલા કરાર નોટરી પાસે તૈયાર કરાવાયો હતો
- બંન્નેના પરિવાજનોએ પ્રેમી પંખીડાને શોધી રહ્યા છે

પરિણીતા હીરા ઉદ્યોગકારની સંબંધી

ભાગી જનારી પરિણીતા અગ્રણી હીરા ઉદ્યોગકાર અને ડાયમંડ કીંગ ગણાતા તથા વસ્તાદેવડી રોડ પર આવેલા હીરા ઉદ્યોગકારની સંબંધી હોવાનું કહેવાઈ રહ્યું છે. મારનો ભોગ બનનાર હાર્દિક વાલજીભાઈ તરસરીયાએ જણાવ્યું હતું કે, ભાગી જનાર ભાવિન સાથે તેને પાંચ વર્ષથી મિત્રતા છે અને ભાગી જનારાના મૈત્રી કરાર પર સહી કરી હતી. જેથી મને પકડીને યુવતીના સંબંધીઓએ રિવોલ્વર બતાવી માર મારી ધમકી આપી હતી. હું જાણતો તેટલું કહ્યું હતું તો પણ ગોંધી રાખ્યો હતો. આગામી સમયમાં કોર્ટમાં ફરિયાદ કરીશ.

X
ભાગી ગયેલી પરિણીત મહિલાના સંબંધીઓએ સાક્ષી યુવકને માર મારી આપી ધમકીભાગી ગયેલી પરિણીત મહિલાના સંબંધીઓએ સાક્ષી યુવકને માર મારી આપી ધમકી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી