સુરતની ધરતીએ ક્લેક્ટરની તૈયારી અધવચ્ચે છોડીને સંયમના માર્ગે જૈન દીક્ષા લેવાનો કર્યો નિર્ધાર

દિલ્હીમાં IAS કોચિંગ ક્લાસ અધવચ્ચેથી છોડનારી ધરતી ચેન્નઈમાં 11 નવેમ્બરે લેશે દીક્ષા
દિલ્હીમાં IAS કોચિંગ ક્લાસ અધવચ્ચેથી છોડનારી ધરતી ચેન્નઈમાં 11 નવેમ્બરે લેશે દીક્ષા

DivyaBhaskar.com

Nov 09, 2018, 05:56 PM IST

સુરતઃ વીઆઇપી વિસ્તારમાં રહેતી ધરતી જૈન 11 નવેમ્બરના રોજ ચેન્નઈ ખાતે દીક્ષા લેવા જઈ રહી છે. ક્લેક્ટર બનવાના આઈએએસના કોચિંગ ક્લાસને અધવચ્ચેથી જ છોડીને સંસારની મોહમાયા ત્યાગીને ધરતી સંયમના માર્ગે આગળ વધવા જઈ રહી છે.

ધરતી છે ડબલ ગ્રેજ્યુએટ

ધરતી ભણવામાં ખૂબ જ હોશિયાર હતી. ધરતી પોતે ડબલ ગ્રેજ્યુએટ અને ડબલ માસ્ટર ડિગ્રી ધરાવે છે. એટલું જ નહીં B.A સંસ્કૃત અને B.B.Aમાં ગોલ્ડ મેડલ પણ મેળવી ચુકી છે. ધરતી જૈને પુણે યુનિવર્સિટીથી M.B.A કર્યું છે. તો સાથે જ સંસ્કૃત ભાષામાં M.A કર્યું છે. એક ધાર્મિક પરિવારમાં ઉછરી હોંવાના કારણે ધરતી હંમેશા જૈન ધર્મની તમામ પરંપરાઓનું પાલન કરતી આવી છે.

લોક કલ્યાણ માટે ક્લેક્ટર બનવું હતું

ધરતીનું સપનુ હતું કે તે લોક કલ્યાણ કરે એ માટે તે કલેકટર બનવા માગતી હતી. જે માટે તેણીની દિલ્હીમાં UPSCના કોચિંગ માટે ગઈ હતી. છેલ્લા 8 મહિનાથી પબ્લિક એડમિનિસ્ટ્રેશનની તૈયારી સારી ચાલી રહી હતી. પરંતુ અચાનક જ ધરતીએ પોતાના પરિવારને ફોન કરી જણાવ્યું કે, તે હવે IAS બનવા નથી માંગતી. તે દીક્ષા લઇને સાધ્વી જીવન જીવવા માંગે છે.

ધરતીની ઈચ્છા જાણી પરિવાર બન્યો સ્તબ્ધ

ધરતી જૈનની ઈચ્છા સાંભળી પરિવાર પણ સ્તબ્ધ થઇ ગયો હતો. પરિવારે તેને કલેકટર બની દીક્ષા લેવા જણાવ્યુ પરંતુ ધરતીએ કહ્યું કે, જે માર્ગે જવાનું ન હોય ત્યાં વધુ સમય પસાર નથી કરવો. ધરતીએ આચાર્ય વિશ્રુતમુનિ અને ઉદિતયશાના સાનિધ્યમાં 6 વર્ષ સુધી વિહાર કર્યો છે. ધરતીની માનીએ તો હિંદૂ ધર્મના ચાર યુગોનું અધ્યયન કરીએ તો દરેક યુગમાં જે મનુષ્યનો દુશ્મન છે, તે ત્રણ યુગોમાં વધુ નજીક આવતો ગયો છે. કળયુગમાં જે દુશ્મન હોય છે, તે વ્યક્તિની અંદર છે. કલેકટર માત્ર એક જિલ્લામાં કંન્ટ્રોલ કરી શકે છે. પરંતુ દીક્ષા લીધા બાદ વ્યક્તિ સર્વત્ર ઉપર નિયંત્રણ કરી શકે છે.

ધરતી દરેક બાબતોમાં પ્રેરણાસ્વરૂપ

ધરતીના પિતા પોખરાજની ત્રણ પુત્રીઓ છે. ધરતી પોતાની બન્ને બહેન ખુશ્બુ અને વિધિ માટે પ્રેરણા સ્વરૂપ રહી છે. મુશ્કેલી તો એ છે, કે એક જ પરિવારની ત્રણ સગી બહેનો ગ્રેજ્યુએશનમાં ગોલ્ડ મેડલ લાવી છે. ખુશ્બૂએ જણાવ્યું કે, તે C.A બની છે. તે પણ બેન ધરતીના પ્રયત્નોના કારણે આજે ધરતી દીક્ષા લેવા જઈ રહી છે. તે પરિવાર માટે ગૌરવની વાત છે. આ અંગે વિધિએ જણાવ્યું કે તેને પણ M.B.Aમાં જે ગોલ્ડ મેડલ મેળવ્યો છે તેમાં ધરતીએ મહત્વનું યોગદાન આપ્યું છે. સાથે જ અમને ભણતર અને સાથે દરેક ક્રિએટિવિટીમાં ધરતીએ ખૂબ જ મદદ કરી છે.

ધરતી પહેલેથી ધાર્મિકવૃતિની

ધરતી વિશે તેણીની બહેનોઓ જણાવ્યું કે, તે નાનપણથી જ ધાર્મિક વૃત્તિની હતી જેના કારણ જ ધરતી ભણવામાં ખૂબ જ હોશિયાર હતી. આમારો પરિવાર ઇચ્છતો હતો કે, ધરતી કલેકટર બને પણ જ્યારે તેને જણાવ્યું કે, તે દીક્ષા લેવા માંગે છે. અમે તેમને ઘણી સમજાવી પણ એ પહેલા તે પોતાનું સપનું પૂર્ણ કરે, પરંતુ તેને કલેકટરના જીવન કરતા એક સાધ્વીનું જીવન વધારે સારું લાગે છે. નાનપણમાં પણ તે સ્કૂલમાં ફેન્સીડ્રેસ કોમ્પિટિશનમાં જૈન સાધ્વી બની ને જતી હતી.

X
દિલ્હીમાં IAS કોચિંગ ક્લાસ અધવચ્ચેથી છોડનારી ધરતી ચેન્નઈમાં 11 નવેમ્બરે લેશે દીક્ષાદિલ્હીમાં IAS કોચિંગ ક્લાસ અધવચ્ચેથી છોડનારી ધરતી ચેન્નઈમાં 11 નવેમ્બરે લેશે દીક્ષા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી