આપઘાત / સુરતમાં બે વર્ષની બાળકીની નજર સામે જ માતાએ ગળે ફાંસો ખાધો

DivyaBhaskar.com | Updated - Jan 12, 2019, 10:52 AM
Surat Essar Company Worker Wife Commit Suicide With Hang In front Of Two Year Child
X
Surat Essar Company Worker Wife Commit Suicide With Hang In front Of Two Year Child

  • એસ્સારના કર્મચારીની પત્નીનો ફાંસો
  • ત્રણ વર્ષના પ્રેમ બાદ લગ્ન કર્યા હતા
  • આપઘાતનું કારણ અકબંધ રહ્યું 
     

સુરતઃ હજીરા સ્થિત એસ્સાર કંપનીમાં એસએમપી પ્લાન્ટના ઈલેક્ટ્રિક મેન્ટેન્સ ઓપરેટરની પત્નીએ શુક્રવારની મોડી સાંજે ફાંસ ખાઈ લીધો હતો. બે વર્ષની બાળકની નજર સામે જ માતાએ ફાંસો ખાઈ લીધા બાદ મૃતદેહને પીએમ માટે સુરત સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની પોલીસે તપાસ હાથ ધરી છે.

પતિ દૂધ લેવા ગયો હતો
1.હજીરા નંદ નિકેતન એસ્સાર ટાઉનશીપ કે/3-22 ખાતે રહેતાં મૂળ તમિલનાડુના સંદિપકુમારના પત્ની ભુવનેશ્વરી (ઉ.વ.આ.21) ફાંસો ખાઈ લીધો હતો. પતિ સંદિપ દૂધ લેવા ગયો એ દરમિયાન રૂમનો દરવાજો બંધ કરીને ભુવનેશ્વરીએ ફાંસો ખાઈ લીધો હતો. પતિ પરત આવતાં દરવાજો ન ખોલતા તથા દીકરીના રડવાના અવાજથી સંદિપે પાડોશીના ઘરની ગેલેરીમાંથી ડોકીયું કરતાં પત્નીનો લટકતો મૃતદેહ જોવા મળ્યો હતો. જેથી તેણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
પ્રેમ બાદ એરેન્જ મેરેજ થયેલા
2.

સંદિપ છેલ્લા 10 વર્ષથી સુરતમાં નોકરી માટે આવી ગયો હતો. આ દરમિયાન તેની નજર ભુવનેશ્વરી સાથે વતનમાં મળી ગઈ હતી. ત્રણેક વર્ષના પ્રેમ બાદ બન્નેના પરિવારની સહમતીથી એરેન્જ મેરેજ થયાં હતાં. તેમને સંતાનમાં એક માત્ર બે વર્ષની દીકરી જ છે. 

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App